દિલ્હીમાં ગુજરાત વિરોધી સરકાર હતી તોય નરેન્દ્રભાઈ મોદીએ વણંભી વિકાસ યાત્રા કરી – વિજયભાઈ રૂપાણી

VIJAY RUPANI
VIJAY RUPANI

હવે તો નરેન્દ્રભાઈ પોતે જ દિલ્હીમાં છે, તો પાંચ વરસમાં વિકાસ ક્યાંનો ક્યાં પહોંચશે: બે હામાં લાડું

દિલ્હીમાં કોંગ્રેસ સરકાર હતી અને ગુજરાતમાં શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભાજ૫ સરકારે વિકાસનો માર્ગ ૫કયો હતો. પરંતુ ગુજરાત વિરોઘી માનસિકતના કારણે જે કોંગ્રેસ ગાંઘીનગર-દિલ્હીમાં એમ બન્ને જગ્યાએ શાસન હોવા છતાં ગુજરાતના વિકાસને બેડીઓ નાખી દીઘી હતી, તે કોંગ્રેસે ગુજરાતના વિકાસ માટેના શ્રી મોદીના કાર્યો સહન ન કરી શકે અને જાત જાતના વિઘ્નો. પેદા કર્યા હતા. આમ છતાં હિંમત હાર્યા વગર, નિરાશ યા વગર, ગુજરાતની પ્રજાનું ભલુ કરવાની કટિબઘ્ઘતા સો શ્રી નરેન્દ્રભાઇ કેન્દ્રની કોંગ્રેસ સરકાર સામે ઝઝૂમતાં રહયા અને ગુજરાતને વિકાસ માર્ગે આગળ ઘપાવતા રહયાં. ર૦૧૪માં ગુજરાત માટે વિકાસની નવી ઉંચાઇએ પહોંચવાના ઘ્વાર ખૂલ્યા. શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દિલ્હીમાં ભાજ૫ સરકારે સિંહાસન સંભાળ્યું.

વિકાસની યોજનામાં જયાં ૫ણ કેન્દ્ર સરકારની જરૂર ૫ડતી હતી તે તમામ કાર્યો વર્ષોથી અટકેલા ૫ડયા હતાં. ૫છી તે નર્મદા ડેમનો પ્રશ્ન હોય કે, ગુજરાતની રોયલ્ટીનો પ્રશ્ન હોય, પ્રશ્નો ઘડાઘડ ઉકેલાવા લાગ્યા. રાજય અને કેન્દ્ર બન્ને સને ભાજ૫ સરકારના લાભ મળવાની ગતિ વઘી અને ગુજરાતના વિકાસની ઝડ૫ બમણી ઇ. હજુ તો માત્ર સાડા ત્રણ વર્ષ યા છે.

બન્ને સત્તા સને ભાજ૫ સરકાર હોય તો ગુજરાતનો વિકાસ નવા શિખરો સર કરે તે નકકી છે. ગુજરાતની જનતા માટે બન્ને હામાં લાડુ રહે અને મોસાળે જમણ હોય અને ખૂદ માતા પીરસતી હોય તેવો મોકો સર્જાવાનો છે. આ મોકો હાી નહિ જવા દેવા અને ચૂંટણીમાં ભાજ૫ને વિજયી બનાવવા રાજકોટ પશ્ચિમના ઉમેદવાર મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટની જનતાને અનુરોઘ કર્યો હતો.

તેમણે કહયું હતું કે, યાદ કરો એ કોંગ્રેસ શાસન, જ્યાં ખુદ ગુજરાત કોંગ્રેસ અને રાજ્યની કોંગ્રેસ સરકારનો અવાજ પણ કેન્દ્રની કોંગ્રેસ સરકારમાં સંભળાતો ન હતો, હવે મોદી ફોબીયા અને ગુજરાતના હિત વિરૂદ્ધની માનસિકતા ધરાવતી કોંગ્રેસ સરકાર આવે તો ગુજરાતના વિકાસને જબરી બ્રેક લાગી જશે.

ગુજરાત હંમેશા વિકાસલક્ષી રાજ્ય રહ્યું છે અને તેમાં પણ છેલ્લા ૨૨ વર્ષમાં રાજ્યમાં જે વિકાસ યો છે તેનાી આ રાજ્યના દેશમાં નંબર-૧ સન મળ્યું છે પરંતુ ગુજરાતે આ વિકાસ કંઈ માખણ ના રસ્તા ઉપર દોડીને કર્યો ની પરંતુ સંઘર્ષનો માર્ગ અપનાવવો પડ્યો છે.

તેના મુળમાં છે, કોંગ્રેસની ગુજરાત વિરોધી માનસિકતા, જેના કારણે દિલ્હીમાં રહેલી કોંગ્રેસ સરકારે ૨૦૦૪-૨૦૧૪ સુધીમાં ગુજરાતને અન્યાય કરવામાં કોઈ કસર છોડી ન હતી અને વધુ કમનસીબ સ્તિી તો એ છે કે ગુજરાતને અન્યાય તો જોયો તે સમયે પણ ગુજરાત કોંગ્રેસના એક પણ નેતાઓ ગુજરાતના હિતના અવાજ ઉઠાવવા દિલ્હીમાં તેમના આકાઓ સામે આંખ ઉઠાવીને બોલવાની હિંમત પણ કરી શકતા ન હતા પણ ગુજરાતનું સદનસીબ એ હતુ કે રાજ્યનું સુકાન સંઘર્ષમાંથી સફળતા મેળવનાર શ્રી નરેન્દ્રભાઈ મોદીના હામાં હતુ જેઓએ ડગલે ને પગલે ગુજરાતના હિત માટે કેન્દ્રની કોંગ્રેસ સરકાર સામે લડત આપી તર્કબદ્ધ મુદ્દાઓ ઉઠાવ્યા, સતત રજુઆતો કરી અને જરૂર પડી તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ પણ કર્યા.

ગુજરાત માટે પોતાની જાનની બાજી લગાવી દેનાર નરેન્દ્રભાઈએ ૧૩ વર્ષમાં ગુજરાતને તેના વિકાસની ચરમસીમાએ પહોંચાડ્યુ એવુ એક પણ ક્ષેત્ર ન હતુ કે જ્યાં ગુજરાત નંબર-૧ ના હોય. ફક્ત દેશ નહીં દુનિયાના અનેક રાષ્ટ્રો માટે મોડલ પુરૂ પાડ્યુ અને શ્રી નરેન્દ્રભાઈની આ વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાએ દેશને તેના નવા જન નાયક મળ્યા અને આજે તેઓ દેશના વડાપ્રધાન છે. તેનું સૌથી મોટું જો રહસ્ય હોય તો વિકાસ પ્રત્યને પ્રતિબદ્ધતા છે જેનો લાભ ગુજરાતને મળ્યોછે એમ તેમણે સ્પષ્ટ કર્યુ હતું.

શ્રી નરેન્દ્રભાઈના દિલ્હી ગમન બાદ ગુજરાતમાં વિકાસની દોડ જરા પણ અટકે નહીં તેી તેઓ ગુજરાત સો જોડાયેલા જ રહ્યા એટલું જ નહીં તેઓ જ્યારે મુખ્યમંત્રી હતા તે સમયે ગુજરાતના જે પ્રાણ પ્રશ્નો અટકતા રહેતા તે સૌથી પહેલા હામાં લીધા અને તેનું સૌથી શ્રેષ્ઠ દ્રષ્ટાંત છે નર્મદા બંધ પર દરવાજા મુકવાની મંજુરી ફક્ત વડાપ્રધાન તરીકેની શપ વિધીના ૭ જ દિવસમાં આપી અને ત્યારબાદ ગુજરાત માટે શ્રી નરેન્દ્રભાઈએ જે કર્યું છે તે આપણી સામે છે.

રાજકોટ પશ્ચિમના ચૂંટણી ઇન્ચાર્જ શ્રી નીતિનભાઇ ભારઘ્વાજે જણાવ્યું હતું કે, ગુજરાતની સરકારનું નેતૃત્વ કરતા વર્તમાન મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના વિકાસ અને હિત માટે જે બહેતરીન સમન્વય બનાવ્યો છે તેનો દેશમાં ક્યાંય જોટો જડે એમ ની. શ્રી નરેન્દ્રભાઈએ ગુજરાતના પ્રશ્નો દિલ્હીી હલ કરતા રહ્યા અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તેનો અમલ કરતા રહ્યા. આમ દિલ્હી અને ગાંધીનગર વચ્ચે શ્રેષ્ઠ સમન્વય સર્જાયો અને સાડા ત્રણ વર્ષમાં ગુજરાતે વિકાસની નવી ઉંચાઈ પ્રાપ્ત કરી.

જો કેન્દ્રમાં અગાઉ જેમ કોંગ્રેસ નેતૃત્વનું યુપીએ શાસન હતુ અને ગુજરાતને સતત અન્યાય તો હતો તેની યાદી બનાવવા બેસીએ તો કદાચ અંત પણ ના આવે. ગુજરાત કોંગ્રેસે રાજ્યનું હિત ના જોયુ ફક્ત દિલ્હીમાં તેમનું મોવડી મંડળ ખુશ રહે તે રીતે ગુજરાતના હિત વિરૂદ્ધ કામ કર્યું તેમ છતાં શ્રી નરેન્દ્રભાઈએ લડત આપી અને જો ગુજરાતનો વિકાસ આટલો સાધી શકાયો તો વિચારો કે હવે ગુજરાતમાં જ્યારે ભાજપ સરકાર છે અને દિલ્હીમાં પણ શ્રી નરેન્દ્રભાઈ મોદી જેઓ ગુજરાત પ્રત્યે અત્યંત સજાગ છે તે સા આગામી પાંચ વર્ષ આગળ વધે તો ગુજરાતનો વિકાસ કેટલી સિદ્ધીએ પહોંચે.

Loading...