Abtak Media Google News

પાકિસ્તાનને તેની હેસીયતનો અરીસો બતાવી દેવાયો

વિશ્વ સમાજમાં ભારતનું માનભેર સ્થાન મોદીની હિંમતને આભારી

દેશના રાજદ્વારી ઇતિહાસમાં જયારથી નરેન્દ્ર મોદીના પ્રભાવનો ઉદય થયો ત્યારથી નિરંતર પણે ગુજરાતથી શરુ થઇ રાષ્ટ્ર વ્યાપી ધોરણે દેશની વૈશ્વીક પ્રતિષ્ઠા અને સન્માનનું વાતાવરણ ઉતરોતર વધતુ જ જાય છે. મોદીનું નેતૃત્વ દેશ માટે સતત દરેક આયામોની પરીભાષામાં  હંમેશા ફળદાયી અને લાભકારક સાબિત થતું આવ્યું છે.

ગઇકાલે જુનાગઢના શિવરાત્રીના મેળામાં યોજાયેલી ધર્મસંસદમાં યોગી આદિત્યનાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાષ્ટ્ર ભાવના અને કાર્યપઘ્ધતિ અંગે વિસ્તૃત છણાવટ સાથે જે વાત કરી હતી તે સમયોચિત અને વાસ્તવવાદી હતી,  તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મજબુત નહિ પણ મજબુત નેતા છે.

રાષ્ટ્રનું નેતૃત્વ અને વિકાસના માર્ગે આગળ લઇ જવું તે એક બાબત છે. અને આજે નેતૃત્વ રાષ્ટ્રને વિકાસ સાથે વિશ્વ સમાજમાં ગૌરવંતુ સ્થાન અપાવે તે બીજી વાત છે વડાપ્રધાને જયારથી દેશનું સુકાન સંભાળ્યું તેની બીજી જ કલાકથી ભારતની વૈશ્વીક છબી સ્થિતિ  અને શકિતમાં પરિવર્તનની શરુઆત થઇ હતી.

પાકિસ્તાન સાથેના જ વ્યહવારની વાત કરીએ તો અત્યાર સુધી કયારેય પાકિસ્તાન જવાબદાર પડોશી તરીકેનું ભારત સાથે વ્યવહાર કરી જ શકયું નથી. બે યુઘ્ધ કારગીલ કટોકટી સંસદ પરનો હુમલો મુંબઇ એટેક, પંજાબની સરહદો સગળાવવાની પેરવીઓ, જમ્મુ-કાશ્મીરમાં સતત અરાજકતા કરતું રહેતું. પાકિસ્તાન તેના પાડોશીને જાણે કે ન ધાણિયાર ગણતું હોય તેમ સતત કાંકરી ચાળા કરતું આવ્યું છે.

અલબત હવે નરેન્દ્ર મોદીના નેતૃત્વએ પાકિસ્તાન માટે આખી પરિસ્થિતિ ફેરવી નાખી છે. પુલવામાં આત્મઘાતી હુમલા, સર્જીકલ સ્ટ્રાઇકથી બાલાકોટમાં જૈશનું નામું નાખી દીધા બાદ ગઇકાલે પાયલોટ અભિનંદન વર્ધમાનને હેમખેમ છોડી દેવા પાકિસ્તાનને વિવિશ કરી મોદીએ નેતૃત્વ મજબુત નહિ પણ મજબુત હોવું જોઇએ તેની પ્રતિતિ દેશ ને જ નહિ પરંતુ વિશ્ર્વને કરાવી દીધી છે.

પાકિસ્તાનની કાંકરીચાળા સામે સંયમથી વર્તુવુ તે નૈતિક બાબત છે પરંતુ રાષ્ટ્રની સુરક્ષાની જવાબદારીએ શાસકોની ફરજ છે. આંતરરાષ્ટ્રીય  મંચ પર પણ અત્યાર સુધી પોતાની કુટ નીતીથી પાકિસ્તાન અમેરીકા, બ્રિટન અને સંયુકત રાષ્ટ્રના સભ્યોને પોતાની મુફુલિસીની દુહાઇ આપી ભારત સામે નાટક કરતું આવ્યું છે.

પાકિસ્તાન માટે ભારત વિરોધી પ્રવૃતિઓમાં અત્યાર સુધી ચીન, અમેરિકા અને મહદંશે બ્રિટનનો સહકાર મળતો હતો, પરંતુ હવે મોદીના નેતૃત્વમાં ભારતના સંબંધો વિશ્વ માટે એક તરફી ગરજના રહ્યા નથી. ભારતની જરુર વિશ્વને સમજાવવામાં મોદી સંપૂર્ણપણે સફળ નીવડયા છે.

વૈશ્વીક વેપાર જગત અને ઉઘોગ ક્ષેત્રે ભારત અત્યાર સુધી મોટા દેશોની ગરજની ભૂમિકામાં ગણાતું હતું. પરંતુ અત્યારે મોદીએ ચિત્ર ફેરવી નાંખ્યું છે. અમેરિકા, જાપાન, બ્રિટન, ફ્રાંસ અને ચીન પણ ભારતના બજારો અને ઔઘોગિક જરુરીયાતોનો લાભ લેવા આતુર છે.

ભારતને વિશ્વના તમામ રાષ્ટ્રો દોસ્ત બનાવવા તત્પર બન્યા છે ચીન પણ વલણ બદલવા વિવશ થયું છે. અરબ અને આખાત જગતના સુલ્તાનો મોદીને મિત્ર ગણી જે જરુર પડે તે કરવા તૈયાર છે.

પુલવામાં આત્મઘાતી હુમલો પાકિસ્તાન ની અત્યાર સુધીની સૌથી મોટી ભુલ બની ચુકી છે. મોદીએ તેની હેશિયત બતાવી દીધી છે. ગણતરીની કલાકોમાં જ સર્જીકલ સ્ટ્રાઇક કરી શહીદોના એક એક બુંદ રકતની કિંમતો વસુલી કરી જ દીધી. અભિનંદન વર્ધમાનને તાત્કાલીક માનભેર વતન લાવીને મોદીએ પોતાનું નેતૃત્વ બળવાન હોવાનું સિઘ્ધ કર્યુ છે.

વિશ્વની સૌથી ત્રીજા નંબરની સૈન્ય શકિત, અણુ તાકાત ધરાવતા ભારતને શા માટે કોઇની ગરજ કરવી પડી તે હકિકતનો અરિસો પાકિસ્તાનના માઘ્યમથી જગતને દેખાડી દેવાયો છે. મોદીનું નેતૃત્વ મજબુત નેતૃત્વ બની ને જગત પર છવાઇ ચુકયો છે તે હકિકત કોઇ નકારી ન શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.