Abtak Media Google News

એનડીપીએસની કલમમાં ૩૭ની જોગવાય અને સીઆરપીસીની જોગવાઈ મુજબ ડ્રગ્સનો જથ્થો અને કબ્જા અંગે રિયા ચક્રવર્તીની જામીન અરજીમાં વિસ્તૃત અવલોકન

નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (એન.ડી.પી.એસ.) એકટ ૧૯૮૫માં અમલમાં આવ્યા બાદ તમામ પ્રકારના માદક પર્દાથને આવરી લેવામાં આવ્યા છે. પરંતુ કેટલી માત્રામાં કયા પ્રકારનું ડ્રગ્સ સાથે આરોપી પકડાયો તે મુજબ સીઆરપીસીની જોગવાય મુજબ જામીન અરજીની સુનાવણી થતી હતી. ત્યારે મુંબઇ હાઇકોર્ટ દ્વારા અડધો ગ્રામ ડ્રગ્સ કબ્જામાંથી મળે તો પણ જામીન અરજી નામંજુર કરવી જોઇએ પરંતુ આરોપીના કબ્જામાંથી ડ્રગ્સ ન મળે ત્યારે તે જામીન મેળવવા હકદાર બનતા હોવાની વિસ્તૃત દલિલ સાથે રિયા ચક્રવતીનો જામીન પર છુટકારો કરવામાં આવ્યો છે.

એનડીપીએસની કલમ ૩૭ બીનજામીન ગંભીર ગુનો નોંધવામાં આવે છે પરંતુ કયા પ્રકારના ડ્રગ્સ સાથે આરોપી પકડાયો અને તેના કબ્જામાંથી કેટલી માત્રામાં ડ્રગ્સ મળી આવ્યો તે અંગેની જોગવાય મુજબ કોર્ટમાં જામીન આપવા કે નામંજુર કરવા તે મહત્વનો મુદો બની રહેતો હતો.

એનડીપીએસ એકટની કલમ ૩૭માં ૧૯૮૫માં સીઆરપીસી મુજબ ડ્રગ્સના કેસમાં આરોપીના જામીન અંગે કરવામાં આવેલી સ્પષ્ટતા બાદ આ અંગે ૧૯૮૮માં ગુનાઓને માન્ય અને બીનજામીન પાત્ર ગણવાનો સુધારો કરવામાં આવ્યો છે. ત્યાર ૧૯૮૯માં ડ્રગ્સના કેસમાં પકડાયેલા આરોપી સીઆરપીસીની જોગવાય મુજબ જામીન પર છુટવા અરજી કરે ત્યારે બીન અવરોધ કલમ રદ કરવાની વિસંગતા દુર કરવામાં આવી છે. ૨૦૦૧માં આ કલમમાં ડ્રગ્સની માત્રાના આધારે આરોપીને સજાની જોગવાય અંગે સ્પષ્ટતા સાથે એનડીપીએસના કાયદામાં સુધારા કરવામાં આવ્યા છે.

એનડીપીએસની કલમ ૩૭માં ૨૦૦૧માં સુધારા કરાયા બાદ ડ્રગ્સની માત્રા અને કબ્જાનો કોઇ વિસંગતા ન હતી.પરંતુ ડ્રગ્સના કેસમાં જામીનની જોગવાયો સંબંધીત અને પ્રક્રિયાઓના પાસા અને જામીનના બોન્ડના અમલ સહિતના મુદે થતી જામીન અરજીની સીઆરપીસીની જોગનવાય મુજબ મુલ્યંકન કરવામાં આવે છે. આરોપીના કબ્જામાંથી ઓછી માત્રામાં ડ્રગ્સ મળે ત્યારે તેઓ જામીન મેળવવા હકદાર બને છે તેવો બચાવ કરે છે. તેની સામે સરકાર પક્ષ દ્વારા ડ્રગ્સનું મુળ શોધવા કે તે સપ્લાયર ગણી ન શકાય તેવો મુદો રજુ કરતા હતા. આ સ્થિતીમાં સુપ્રીમ કોર્ટના ન્યાયમૂતિ બલદેવસિંહ દ્વારા અવલોકન કરી ડ્રગ્સની માત્રા કેટલી છે તે જરૂરી નથી પંરતુ તેના કબ્જામાંથી ડ્રગ્સ મળ્યું તે પુરતુ ગણીને જામીન ન આપવાનું ઠરાવ્યું છે.

અભિનેતા સુશાંતસિંહના આત્મહત્યા કેસ બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડ્રગ્સનો મુદો સામે આવ્યો હતો અને તેની ફ્રેન્ડ રિયા ચક્રવતીને ડ્રગ્સના કેસમાં સીબીઆઇ દ્વારા ધરપકડ કરાયા બાદ તેની જામીન અરજીની સુનાવણીમાં તેણી પાસેથી ડ્રગ્સ કબ્જે થયું ન હોવાથી જામીન મંજુર કરવામાં આવ્યા છે. અને મુંબઇ હાઇકોર્ટ દ્વારા એવું નોંધવામાં આવ્યું છે કે આરોપીના કબ્જામાંથી અડધા ગ્રામ જેટલુ ડ્રગ્સ મળે તો પણ તેને જામીન આપી ન શકાય જ્યારે રિયા ચક્રવતી પાસેથી ડ્રગ્સ કબ્જે થયું ન હોવાથી તે જામીન મેવવા હકદાર બને છે.

ઉડતા ગુજરાત

એક માસમાં રૂા.૪.૪ કરોડના ડ્રગ્સ સાથે ૭૯ શખ્સોની ધરપકડ

પોલીસે અફિણ, ચરસ, ખસખસ અને મેફેડ્રોન સહિતના નશીલા પર્દાથનો જથ્થો કબ્જે કર્યો

નાર્કોટિક્સ એકટ એઠળ કડક કાર્યવાહી કરવા માટે સરકાર દ્વારા અપાયેલી સુચનાના પગલે રાજયભરમાં એક માસ સુધી ડ્રગ્સ અંગેની અસરકારક કામગીરી કરવા પોલીસ દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ગુજરાતમાં એક જ માસમાં રૂા.૪.૪ કરોડના ડ્રગ્સ સાથે ૭૯ જેટલા શખ્સોને ઝડપી લીધા છે. પોલીસની ડ્રાઇવ પૂર્વે શું ડ્રગ્સ સરળતાથી મળી રહેતું અને પંજાબની જેમ ઉડતા ગુજરાત બની શકે તેમ હોવાના સવાલ થઇ રહ્યા છે.

રાજયમાં પોલીસે ડ્રગ્સ અંગે ૨૨ સ્થળોએ દરોડા પાડી અફિણ, ચરસ, મેફેડ્રોન, ખસખસ અને નશાકારક ટિકડા અંગે દરોડા પાડી ૭૯ શખ્સોને ડ્રગ્સના ગુનામાં ઝડપી લેવામાં આવ્યા છે. તેની પાસેથી રૂા.૪.૪ કરોડનું જુદા જુદા પ્રકારનું ડ્રગ્સ કબ્જે કરવામાં આવ્યું છે.

ડ્રગ્સની માત્રા અને પ્રકાર જામીન અરજીમાં મહત્વનો મુદો: એસઓજી પીઆઇ આર.વાય.રાવલ

ડ્રગ્સ માફિયા દ્વારા યુવાધનને બરબાદ કરવાના ખૌફનાક કાવતરા સામે સરકાર દ્વારા રાજયભરમાં ડ્રગ્સ માફિયા પર તુટી પડવાના આપેલા આદેશના પગલે એક માસ સુધી પોલીસ દ્વારા ડ્રાઇવ ગોઠવવી ઠેર ઠેર દરોડા પાડવામાં આવ્યા છે. ત્યારે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના સીધા માર્ગ દર્શન હેઠળ એસઓજી પી.આઇ. આર.વાય.રાવલે છેલ્લા અઢી વર્ષમાં ૩૯ જેટલા કેસ ડ્રગ્સ અંગે કર્યા છે. જેમાં કયા પ્રકારનું ડ્રગ્સ છે અને કેટલી માત્રામાં કબ્જે થયું છે તેના આધારે આરોપીના જામીન પર છુટકારો થતો હોવાનું પી.આઇ. આર.વાય.રાવલે જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.