Abtak Media Google News
રાપર તાલુકાના સઈ ગામની સીમમાં છ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારી તેની હત્યા કરનારાં આરોપીને અંજારની એડિશનલ ડિસ્ટ્રીક્ટ કૉર્ટે ફાંસીની સજા ફરમાવી છે. ગત 15મી જૂન 2012નાં રોજ સઈ ગામની સીમમાં આ ધૃણાસ્પદ બનાવ બન્યો હતો. પીછાણા ગામના દેવા ધના કોલી નામના યુવકે સીમાડે ચીથરીયા વાડીએ રમવા-નહાવા આવેલા ચાર ભુલકાં પૈકી છ વર્ષની બાળકીને ઉપાડી જઈને આ હિન કૃત્યને અંજામ આપ્યો હતો.
બાકીના 3 બાળકોએ ભોગ બનનારી બાળકીના દાદાને સમગ્ર બાબત જણાવતાં બાળકીન દાદા સીમાડામાં ગયા હતા. જ્યાં પીલુડીના ઝાડ નીચે બાળકીની લાશ પડી હતી. તેના સંવેદનશીલ અંગો રક્તરંજીત હતા. બાળકીના દાદાને જોઈ આરોપી દેવો નાસી ગયો હતો. આ કેસમાં આજે કૉર્ટે કુલ 23 જેટલાં દસ્તાવેજી પુરાવા અને 17 મૌખિક પુરાવાના આધારે નરાધમ દેવા ધના કોલીને ફાંસીની સજા ફરમાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.