Abtak Media Google News

પોલીસે શિક્ષકની ધરપકડ કરી આઈપીસી કલમ ૩૭૭ તેમજ પ્રોકસો એકટ મુજબ ગુનો નોંધાયો

ગોંડલના કુંભારવાડા ખાતે આવેલી  સ્કૂલના શિક્ષકે LKGના વિદ્યાર્થી પર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યુ હતું. પોલીસ ફરિયાદ નોંધી શિક્ષકની ધરપકડ કરી છે. ઘટનાને પગલે શહેરના વાલી વર્તુળમાં ચિંતાનો વિષય બની જવા પામ્યો છે.

શહેરના મધ્ય વિસ્તારમાં આવેલ અને જાણીતા પરિવારનો ચાર વર્ષનો માસૂમ પુત્ર નિયત ક્રમ મુજબ કુંભારવાડા ખાતે આવેલ  સ્કૂલના LKG ક્લાસ પહોંચ્યો હતો. દરમિયાન સવારના ૧૦:૩૦ કલાકના સુમારે એક શિક્ષક તેનો હાથ પકડી સ્કૂલ બસમાં લઇ ગયેલ હતો અને અસંસ્કારી એવું સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યુ હતું. માસૂમ બાળકને પીડા થતી હોય બપોરના સુમારે ઘરે પહોંચતા પીડાની વાત તેના માતા પિતાને કરી હતી અને સઘળી ઘટના તેના માતા પિતાને જ જણાવતા તેઓ પણ કંપી ઉઠયા હતા. સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

સીટી પોલીસ ઇન્સ્પેક્ટર રામાનુજ પી.એસ.આઇ સહિતનો કાફલો સ્કૂલ પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસ દરમિયાન તમામ શિક્ષકો સ્કૂલ પર હાજર ન હોય પ્રિન્સિપાલ આશાબેન પાસે પોલીસ દ્વારા શિક્ષકોના ફોટોગ્રાફ્સ માંગવામાં આવતા ચાર વર્ષના માસૂમ બાળકે ફોટોગ્રાફ્સ ઉપરથી સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરનાર શિક્ષકને ઓળખી બતાવવામાં આવ્યા હતા.

બાદમાં જૂદા જૂદા મોબાઇલમાં પણ આ તસવીર બતાવવામાં આવતા બાળકે તેને ઓળખી બતાવ્યો હતો. બાદમાં પોલીસે મોડીરાત્રે માસૂમ બાળકના પિતાની ફરિયાદ પરથી સ્કૂલમાં ધોરણ ૫થી ૧૦ ના વિદ્યાર્થીઓના ગણિતનો વિષય લેતા શિક્ષક દાણીધારીયા સંદીપ વિરુદ્ધ IPC કલમ ૩૭૭ તેમજ પ્રોકસો એક્ટ મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.