‘નાપાક’ હરકતોએ પાક.ને ‘ગ્રે’ યાદીમાં યથાવત રાખ્યું

49

હજુ પણ નહીં સુધરે તો ઈએટીએફ તેને ‘બ્લેક લીસ્ટ’ કરશે

આતંકવાદને પોષતા અને પ્રોત્સાહન આપતા પાક.ને પોતાની આ નાપાક હરકતો માટે ફાઈનાન્સીયલ એકશન ટાસ્કફોર્સની ગ્રે યાદીમાંથી બહાર નીકળવું હજુ પણ મુશ્કેલ છે. આ ટાસ્કફોર્સ હજુ તેને ‘ગ્રે’ની યાદીમાં જ રાખ્યું છે અને હજુ પણ નહીં સુધરે તો તેને ‘બ્લેક લીસ્ટ’ કરાશે.

વિશ્ર્વભરમાં આતંકવાદી પ્રવૃતિને પોષનારા, નાણશ પૂરા પાડનારા પર ધ્યાન રાખતા સંસ ફાઈનાન્સીયલ એકશન ટાસ્કફોર્સનું હાલમાં પેરીસ ખાતે રવિવારી અધિવેશન શરૂ યું છે. પાક.ને તુર્કી અને મલેશીયાનો સહયોગ મળ્યો છે પણ તે ગ્રે લીસ્ટમાંથી હજુ બહાર નીકળી શકે તેમ ની. જો કે તે અંગેનો અંતિમ નિર્ણય શુક્રવારે લેવાશે.

પાક.ને ગ્રે લીસ્ટમાંથી બહાર આવવા માટે ઈએટીએફના સભ્યોના ૩૯ મતમાંથી ૧૨ મત મેળવવા જરૂરી છે. પણ તે તેને મળી શકે તેમ ની. આી તે હજુ બે થી ત્રણ વર્ષ સુધી આ યાદીમાંથી બહાર નીકળી શકે તેમ ની. ઈએટીએફની બીજી  ૨૧ થી ૨૩ જાન્યુઆરીએ મળેલી બેઠકમાં પાકે. રિપોર્ટ રજૂ કર્યો હતો પણ તેમાં તેણે છેલ્લા છ માસમાં આતંકને મળતા નાણા રોકવા કોઈ પગલાનો ઉલ્લેખ કર્યો ન હતો. મની લોન્ડ્રીંગ અને આતંકવાદને નાણા રોકવાના પ્રયાસો અંગેના રેટીંગમાં પાક.ને ૧૧ માનાંકમાંથી ૧૦માં ‘લો’ રેટીંગ મળ્યું છે અને આંતરરાષ્ટ્રીય સહકાર બાબતમાં પણ ‘સામાન્ય’ રેન્કીંગ મળ્યું છે.

Loading...