Abtak Media Google News

માણાવદરનાં દરેક ગામની સમસ્યા અને તેના નિવારણની મંત્રીએ પ્રતિબધ્ધતા વ્યકત કરી

મારી પ્રાથમિકતા લોકોની સમસ્યાઓનાં તાત્કાલિક નિવારણની છે: જવાહરભાઈ ચાવડા

જૂનાગઢ જિલ્લાનાં માણાવદર તાલુકાના નાનડી-સીતાણા ગ્રામ્ય રોડનું મંત્રી જવાહરભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું હતુ તે વખતે મંત્રીએ લોકોની સમસ્યાઓના તાત્કાલીક નિવારણને પ્રાથમિકતા ગણાવી પ્રતિબધ્ધતા વ્યકત કરી હતી. રૂ. ૨૩૭ લાખના ખર્ચે બનનાર નાનડીયા-સીતાણા ગ્રામ્ય રોડનું મંત્રી જવાહરભાઇ ચાવડાની ઉપસ્થિતીમાં ખાતમુહૂર્ત કરાયું છે.

માણાવદરના દરેક ગામની સમસ્યા અને તેના નિવારણની પ્રતિબધ્ધતા વ્યકત કરી આ તકે મંત્રી જવાહરભાઇ ચાવડાએ કહ્યું કે, આ વિસ્તારના દરેક ગામ અને લોકોથી હું વાકેફ છું. આ વિસ્તારની રોડ-પાણી-વિજળી-આરોગ્ય સહિતની તમામ બાબતોનો તબક્કાવાર ઉકેલ કરવામાં આવી રહ્યો છે. સરકારમાં દરેક બાબતોની પ્રાથમીકતા નક્કિ છે. પરંતુ મારી પ્રાથમીકતા લોકોની સમસ્યાઓના તાત્કાલીક નિવારણની છે, તેમ મંત્રી ચાવડાએ ઉમેર્યું હતું.

નાનડીયા-સીતાણા-ભીતાણા અને વડાળા એમ ચાર ગામના ૧૨ હજારથી વધુ લોકોને ઉપયોગી નાનડીયા-સીતાણા રોડ રૂા.૨૩૭ લાખના ખર્ચે નવો બનશે. ૫.૫ કિ.મી.ના રસ્તામાં ૭ નાલા અને ૨ પુલ પણ નવા બનશે. સંરક્ષણ દિવાલ સાથે નવીનીકરણ થનાર આ હયાત રોડ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત નવો બનશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.