Abtak Media Google News

જૈન ધર્મસંકુલ, પાવનધામ કોરોના દર્દીઓ માટે કવોરેન્ટાઇન સેન્ટર બનશે

વર્તમાન કોરોના વાયરસના સંક્રમણની અસર સમસ્ત ભારતમાં છે, ત્યારે મુંબઇમાં પણ દિન પ્રતિદિન સંક્રમિત દર્દીઓની સંખ્યા વધતી જ જાય છે. હોસ્પિટલમાં પણ જેમ રાશનની દુકાનમાં લાઇન લાગે, એવી લાંબી લાઇન કોરોનાગ્રસ્ત દદીઓની લાગે છે. દર્દીઓની વ્યથા અને વેદનાને સાંભળી અનુકંપાવાન જૈન ધર્મ ગુરુ રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબે કલ્યાણકારી નિર્ણય કર્યો છે.

મુંબઇના પોશ વિસ્તારમાં કાંદિવલી (વેસ્ટ), મહાવીરનગરમાં સ્થિત, સર્વધર્મ સમભાવ આઘ્યાત્મક સંકુલના પ્રમુખ દિનેશભાઇ મોદીન પાવન ધામ ને કોરોના સંક્રમિત દર્દીઓની સેવા અને સારવાર અર્થે પરમાર્થ ઉપયોગ કરવા પ્રેરણા આપતા તે વિસ્તારના ગોપાલભાઇ શેટ્ટી (એમપી) તથા મુંબઇમાં સારવાર કેન્દ્રો બનાવવા જેમને જવાબદારી સોંપાયેલ છે તેવા ઘાટકોપરના પરાગભાઇ શાહ (એમએલએ) ના અથાગ પ્રયત્નોથી અને એપેક્ષ હોસ્પિટલ ના સહયોગથી પાવનધામ કાંદિવલી બને છે. કોવિડ-૧૯ ના દર્દી માટે રાહત રૂપે સારવાર કેન્દ્ર!

13

પાવનધામમાં ડો. વ્રજેશભાઇ શાહ, એક્ષ હેલ્થ મીનીસ્ટ દીપકભાઇ સાવંત, ગોપાલભાઇ આદિ પાવનધામનું સવે કરી ગયા છે. ત્યારે એમની ગાઇડ લાઇન્સ પ્રમાણે ડો. વ્રજેશભાઇ શાહ પાવનધામમાં ૬૦ બેડ નું કોવિડ-૧૯ સેન્ટર બનાવશે. જેનો પ્રારંભ આવતીકા તા. ર૮ ના રોજ થશે. આ સેન્ટર સર્વ માટે હોવા છતાં જો કોઇપણ જૈન સાધુ સાઘ્વીજી કોરોના ગ્રસ્ત થશે તો તેમને સઁપૂર્ણ પણે સારવાર મળશે તેવું ટ્રસ્ટી દિનેશભાઇ એ મુંબઇના સંઘોને જણાવેલ છે એમ પાવનધામ કમીટીના સભ્ય નિરવભાઇ શાહએ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.