નમસ્તે ટ્રમ્પ: વિરમગામનું ગ્રુપ શરણાઈના સુર રેલાવશે

51

અમદાવાદ મોટેરા સ્ટેડિયમ ખાતે સૌથી જૂની અને મજબૂત લોકશાહી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ નો અભિવાદન કાર્યક્રમ ૨૪ ફેબ્રુઆરીના યોજાનાર છે આ કાર્યક્રમને લઈને ગુજરાત સહિત દેશ વિદેશ માં રાજકીય-સામાજિક આર્થિક અને સંરક્ષણ ને લઈને ગુજરાતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ ની જોડી ચાણક્ય નીતિમાં કેટલી સફળ થાય છે તેના પર નજર છે ત્યારે વિરમગામ પંથકના નાગરિકો પણ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યક્રમમાં જવા અને સાંભળવા ઉત્સુક છે ત્યારે વિરમગામ પંથક ને પણ સ્વદેશી સંગીતમાં દુનિયાભરમાં જાણીતું કરવા અને વિરમગામ ને ગૌરવવંતુ કરવા માટે વિરમગામ બજાણીયા પરા વિસ્તારમાં રહેતા શુભ મંગલ પ્રભાત શરણાય વાદક ગ્રુપ ના સભ્યોને પણ અભિવાદન કાર્યક્રમ માં ઢોલ શરણાઇ સાથે ઉપસ્થિત રહેવા આમંત્રણ મળતા અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ને શરણાઈના સુર સંગમ સાથે આવકારવા થનગની રહ્યા છે

Loading...