લગ્નસરાની સીઝન ખીલી: કોર્પોરેશનના ૨૧ કોમ્યુનિટી હોલમાં ચિકકાર બુકિંગ

32

રૈયારોડ પર ગુરુ ગોવિંદસિંહજી હોલ હોટ ફેવરિટ: ૭૩ દિવસનું એડવાન્સ બુકિંગ

લગ્નસરાની સીઝન પુરબહારમાં ખીલી હોય તેવું લાગી રહ્યું છે. મહાપાલિકા સંચાલિત તમામ કોમ્યુનિટી હોલમાં આગામી ૯૦ દિવસ સુધી ચિકકાર એડવાન્સ બુકિંગ થઈ ગયું છે. રૈયા રોડ પર આવેલ ગુરુ ગોવિંદસિંહજી કોમ્યુનિટી હોલ સૌથી વધુ ફેવરિટ હોય તેમ અહીં ૭૩ દિવસનું એડવાન્સ બુકિંગ થઈ ગયું હોવાનું જાણવા મળી રહ્યું છે. ગુરુપ્રસાદ ચોકમાં આવેલા વસંતરાય ગજેન્દ્ર ગઢકર કોમ્યુનિટી હોલના યુનિટ નંબર-૧નું ૩૦ દિવસ અને યુનિટ નંબર-૨નું ૩૬ દિવસનું એડવાન્સ બુકિંગ છે.

આ ઉપરાંત માયાણીચોકમાં પ્રતાપભાઈ ડોડીયા કોમ્યુનિટી હોલનું ૪૭ દિવસ, મનસુખભાઈ ઉધાડ કોમ્યુનિટી હોલનું ૪૧ દિવસ, જાગનાથ પ્લોટમાં એકલવ્ય કોમ્યુનિટી હોલનું ૨૫ દિવસ, રૈયા રોડ પર ગુરુગોવિંદસિંહજી કોમ્યુનિટી હોલનું ૭૩ દિવસ, પેડક રોડ પર પંડિત દિનદયાળ ઉપાધ્યાય કોમ્યુનિટી હોલના યુનિટ નં.૧નું ૫૫ દિવસ, યુનિટ નં.૨નું ૫૦ દિવસ, ૮૦ ફુટ રોડ પર મોહનભાઈ સરવૈયા હોલના યુનિટ નં.૧નું ૪૭ દિવસ અને યુનિટ નં.૨નું ૪૫ દિવસ, ગાયકવાડીમાં ગુરુનાનક કોમ્યુનિટી હોલનું ૪૦ દિવસ, કોઠારીયા રોડ પર વિનોદભાઈ શેઠ કોમ્યુનિટી હોલનું ૫૩ દિવસ, પારડી રોડ પર આનંદનગર કોમ્યુનિટી હોલના યુનિટ નં.૧નું ૫૯ દિવસ અને યુનિટ નં.૨નું ૫૮ દિવસ, ધરમનગર આવાસ યોજના પાસે નાનજીભાઈ ચૌહાણ કોમ્યુનિટી હોલનું ૧૪ દિવસ અને નવલસિંહ ભટ્ટી કોમ્યુનિટી હોલનું ૯ દિવસ, ડો.આબેંડકર કોમ્યુનિટી હોલનું ૩૮ દિવસ, અવંતીબાઈ લોધી કોમ્યુનિટી હોલનું ૪૭ દિવસ, સંતકબીર રોડ પર શ્રી મહારાણા પ્રતાપ કોમ્યુનિટી હોલનું ૪૩ દિવસ, કોઠારીયા રોડ પર કાંતીબાઈ વૈદ કોમ્યુનિટી હોલનું ૩૨ દિવસ અને નવા થોરાળા મેઈન રોડ પર આવેલા કોર્પોરેશનના કોમ્યુનિટી હોલનું એક દિવસનું એડવાન્સ બુકિંગ થઈ ગયું છે.

આ તમામ કોમ્યુનિટી હોલનું ૨૪ કલાકનું ભાડું રૂ.૩૫૦થી લઈ ૪૦૦૦ સુધીનું રાખવામાં આવ્યું હોય સામાન્ય લોકોને પણ પરવડે તેવું હોવાના કારણે કોર્પોરેશન સંચાલિત કોમ્યુનિટી
હોલના બુકિંગ માટે પડાપડી થાય છે.

Loading...