Abtak Media Google News

ડાન્સ, સિગિંગ, ડ્રોઇગ, સ્કેટીંગ, એકાંકી સહિતના કાર્યક્રમોની ઝલક દેખાડતા બાળકો

રાજકોટની ભાગોળે આવેલી દિલ્હી પબ્લીક સ્કુલમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ફંકશન જનો કાર્યક્રમમાં ગત શનિવારે અને રવિવારે યોજાયો હતો. આ કાર્યક્રમના બાળકોના અભ્યાસ ઉપરાંત તેમનામાં રહેલું કૌશલ્ય દેખાડવા ડાન્સ, સીગીગ સ્કેટીંગ, નાટક સહીતની ર૦ થી રપ અલગ અલગ ઇવેન્ટો યોજવામાં આવી હતી. જેમાં દિલ્હી પબ્લીક સ્કુલના બાળકોએ મન મુકીને ભાગ લીધો હતો. આ ઉપરાંત આ કાર્યક્રમમાં રાજકોટ ‚રલ એસ.પી. અંતરીય સુદ, સ્કુલના ચેરમેન પ્રીન્સીપાલ, સ્ટાફ ગણો સહીત વાલીઓ અને વિઘાર્થીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતાં.

આ કાર્યક્રમ માટે શાળાના જ શિક્ષકો દ્વારા તાલીમ આપવામાં આવે છે. નાના બાળકોનો કોન્ફીડન્સથી પોતાનું પર્ફોમન્સ આપી રહ્યા છે. એ જોઇને એક ગૌરવ થાય છે.

આ વર્ષે દિલ્હી પબ્લીક સ્કુલનો કાર્યક્રમ મહાભારતનીથીમ પરકરવામાં આવ્યો હતો. આ વર્ષે કાર્યક્રમમાં નાના ભુલકાઓથી લઇ ધો.૧રના વિઘાર્થીઓ દ્વારા અનેક વિધકૃતિઓ રજુ કરવામાં આવી હતી. અને બહોળી સંખ્યામાં વિઘાર્થીઓએ એન્યુઅલ ફંકશનની અનેક વિધ કૃતિઓથી રમઝટ માણી હતી.

ડીપીએસ સ્કુલના પ્રીન્સીપાલે જણાવ્યું હતુ કે બાળકોમાં કૌશલ્ય પડેલું છે. જો પહેલેથી બાળકોમાં રહેલા પોટેન્શ્યલ પર ઘ્યાન આપીએ તો બાળકો આગળ આવી શકે તેમ છે આજનું જે વાતાવરણ છે તેમાં સૌથી જવાબદાર બાળકના માતા-પિતા, શિક્ષક અને તેનો શાળાનો સ્ટાફ હોય છે તો ડી.પી.એસ. સ્કુલમાં એ બાબતનું ઘ્યાન બાળકો પર આપવામાં આવે છે. જે છે સંસ્કાર ત્યારે અત્યારથી બાળકોમાં જો સંસ્કાર હશે તો તે વિદેશમાં જઇને પણ નાની ઉમરના જેમણે સંસ્કાર મેળવ્યા છે તેને ત્યાં અભ્યાસથી લઇ લગ્નજીવનમાં ખુબ જ મહત્વનું પરિબળ બની રહે છે.

માતા-પિતાના સહયોગથી બાળક વધુ આગળ પ્રગતિ કરી શકે છે. બાળક ફકત શાળામાં ૬ કલાક રહે છે ત્યારે ૧૮ કલાક તે પોતાના ઘર અને સમાજ સાથે સંકળાયેલું રહે છે ત્યારે વધુ સહયોગ બાળકને તેના પેરેન્ટસ આપે છે. શાળા માતાપિતા બંનેએ મળીને બાળકને ચોકકસપણે પ્રગતિના પંથે લઇ જવા જોઇએ.

જલદ ભોગાયતા (પાર્ટીસિપેટ સ્ટુડન્ટ) એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જે પ ધોરણમાં અભ્યાસ કરે છે અને તેને લોકલનું પર્ફોમેન્શ કર્યુ હતુ જેના તેમણે ખુબ જ મજા આવી અને આ તમામ જે વ્યવસ્થા છે અને ડીપીએસ  સ્કુલમાં અભ્યાસ સિવાય પણ દર વર્ષે એન્યુઅલ ફંકશનનું આયોજન કરવામાં આવે છે.

નિયતિ પી. ખાનચંદાએ  અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જે ૪ ધોરણમાં અભ્યાસ કરે છે જેણે કલ્ચરલ પ્રોગ્રામમાં સિંગિગ, ડાન્સ અને ઘણીબધી કૃતિઓ રજુ કરી હતી. આ પ્રોગ્રામમાં તેમણે ખુબ જ આનંદીત કરી દે તેવો લાગ્યો અને ખુબજ મજા આવી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.