Abtak Media Google News

ધ્રાંગધ્રા, વઢવાણ, લખતર, લીંબડી અને પાટડી તાલુકામાં ચાલતા જુગાર પર પોલીસમાં દરોડા: રૂ. ૬૭,૧૪૦ નો મુદામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં સાતમ આઠમના તહેવારો નજીક આવતા જુગારની રંગત જામતી જાય છે. ત્યારે  પોલીસે ધ્રાંગધ્રા, વઢવાણ, લખતર, લીંબડી અને પાટડી તાલુકાઓમાં દરોડા કરીને ૫૩ જુગારીઓને રોકડ અને મોબાઇલ સહિત રૂપિયા  ૬૭,૧૪૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. લખતરના વણા ગામે દરોડામાં એક શખ્સ નાસી છૂટ્યો હતો.

સુરેન્દ્રનગર ૮૦ ફુટ રોડ દેશળ ભગતની વાવ પાસે મંદીરની પાછલી દિવાલ પાસે જાહેરમાં જુગાર રમતા સુરેશ ચુવાળ, પ્રહલાદ ચુવાળ, અજય ચૌવસીયા, દિપક ચુવાળ, બલુ ચુવાળ, વિક્કી ચુવાળને રૂ. ૪,૩૦૦ના મુદ્દામાલ સાથે જ્યારે વઢવાણ ગણપતી ફાટસર સારના સોસાયટી પાસે રોડ ઉપરી મુકેશ વાણીયા, હિતેષ સોલંકી, જીગ્નેશ રાઠોડ, ભીખા વેગડા, ભુપત રાઠોડ, ગોવીંદ વેગડા, હિતેષ મકવાણા, સુરેશ મકવાણા, અમૃત સોલંકી, પીયુષ મકવાણા, અશ્વીન પાંડર, કનુ પારઘી, વિપુલ વાઘેલાને ૪,૩૮૦ના મુદ્દામાલ સો જુગાર રમતા ઝડપી લીધા હતા.

ધ્રાંગધ્રા તાલુકા પોલીસે ઈસદ્રા ગામે દરોડો કરી વસીમ કટીયા, મોઈન કટીયા, પ્રવીણ વાણીયા અને સલીમ સીદીકભાઈને જુગાર રમતા રોકડા ૧૦૨૫૦, ૩ નંગ મોબાઇલ કિંમત રૂપિયા ૧૫૦૦ સહિત રૂપિયા ૧૧૭૫૦ના મુદ્દામાલ સાથે જયારે ધ્રાંગધ્રા સીટી પોલીસે ધોળીધાર વિસ્તારમાં દરોડો કરી જુગાર રમતા અસલમ બ્લોચ, મેહુલ છોગાડા, ભરતજી ભાટી, રહીમ મીયાણા અને સદામ મીયાણાને રોકડા રૂપિયા ૪૪૦૦ અને મોબાઈલ નંગ ર રૂપિયા ૩૫૦૦ સહિત ૭૯૦૦ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

પાટડીના વેલનાનગરમાં જુગાર રમતા લધુ દેવીપુજક, તુલશી ઠાકોર, કીશન ઠાકોર, દીનેશ દેવીપુજક અને તીકુ દેવીપુજક રોકડા રૂપિયા ૧૧૧૦ સાથે ઝડપાઇ ગયા હતા. જયારે પાટડીના મોટી મજેઠીના ઠાકોર વાસમાં જુગાર રમતા સચીન જાંબુકીયા, કિશન જાંબુકીયા, ગોપાલ જાંબુકીયા, જયેશ લરખડીયા, ટીના લરખડીયા,  મેહુલ જાંબુકીયા, દશર પંચાસરા, વિષ્ણુ જાંબુકીયા, મેહુલ વઘાડીયા, મુકેશ લરખડીયા અને મહેન્દ્ર જાંબુકીયા રોકડા રૂપિયા ૪૫૦૦ તથા મોબાઇલ નંગ-૮ કી.રૂા.૭,૦૦૦ મળી રૂા.૧૧,૫૦૦ ના મુદ્દામાલ ઝડપાયા હતા.

વણા ગામે પ્રફુલ દુધરેજીયા, મુકેશ ભોજવીયા, દિનેશ વાઘેલા, બળદેવ સદાદીયા જુગાર રમતા લખતર પોલીસના હાથ ઝડપાઇ ગયા હતા. જ્યારે  ભરત કોળી દરોડા  દરમિયાન નાસી ગયા હતા. પોલીસે આ બનાવમાં રૂ. ૨,૭૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

લીંબડીના કડિયાના મંદિર પાસે ચોરાપા વિસ્તારમાં જુગાર રમતા મોહિત મુલતાની, આશીષ વાઘેલા, એરીક યાસીનભાઈ, મનહર બુધાભાઈ અને હાર્દિક ચંદુભાઈને રૂપિયા  ૮,૨૫૦ રોકડા અને મોબાઈલ નંગ ૪ કિંમત રૂ. ૧૫,૫૦૦ સહિત કુલ ૨૩,૫૦૦ના  મુદ્દામાલ સાથે ઝડપાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.