Abtak Media Google News

ભકત કવિ નરસિંહ મહેતાની જન્મ જયંતિને આજે રાજકોટ શહેરમાં રામકૃષ્ણનગર મેઇન રોડ પર આવેલા બગીચમાં મુકવામાં આવેલી નરસિંહ મહેતાની પ્રતિમાને નાગર સમાજ દ્વારા પુષ્પાજલી કરવામાં આવી હતી. આ તકે બહોળી સંખ્યામાં નાગર સમાજના લોકો ઉમટી પડયા હતા.

આ તકે જવલંતભાઇ છાયાએ જણાવ્યું હતું  કે, આજે આદ્ય કવિ અને ભકત શિરોમણી જેમણે પોતાનું જીવન નહિ પરંતુ પોતાનું સમગ્ર અસ્તિત્વ કૃષ્ણભકિતમાં સમર્પિત કર્યુ. એવા નરસિંહ મહેતાની જન્મ જયંતિ છે આમ તો નરસિંહ જેવી ચેતના એ અજન્મા છે. અને સતત આપણને એના કાર્યથી તેના જીવનથી પલાળે છે. પણ તેમ છતાં આપણે નરસિંહ એ સુક્ષ્મ જગતના વ્યકિત હતાં.Vlcsnap 2019 05 18 10H17M41S109

પણ આપણે સ્થૂળ જગતના વ્યકિતઓ છે. એટલે આપણે નરસિંહ મહેતાની હારમાળા જયંતિ તેમની તપ પ્રયાણ જયંતિ અને નરસિંહ મહેતાની જન્મ જયંતિ એવા ત્રણ ઉત્સવો ઉજવતા હોઇએ છીએ. અહીંયા દર વર્ષે રાજકોટમા નહી પણ સૌરાષ્ટ્ર ના નાગર અગ્રણી રાજીવભાઇ વછરાજાણી દ્વારા એક આવું આયોજન થાય છે. અને દર વર્ષે અહીંયા નરસિંહ મહેતાની પ્રતિમાને હારતોરા અર્પણ કરીએ છીએ આજે પણ એ રીતે એકત્ર થયા છીએ.Vlcsnap 2019 05 18 10H16M54S155

નરસિંહ મહેતાની જન્મ જયંતિ આપણને ચોકકસ પણે એક દિશા તરફ લઇ જાય તેમની કવિતાઓ એમના પદો શૃંગારના કાવ્યો, ચારીના પદ હોય, રામાગરી હોય અને ઘણું બધું તે બધામાંથી પસાર થઇએ તો એક આખું આયખું છે. એક આખો અવતાર ટુંકો પડે પણ તેમણે દરેક માણસને જે જીવવાની દિશા આપી જે માર્ગદર્શન આપ્યું. આપણે એમ કહી શકીએ કે તેમણે એક નાગરીક શાસ્ત્ર રચી દીધું એ પદ એટલે વૈષ્ણવ જન તો તેને રી કહી એ રે… માણસે કેમ જીવવું જોઇએ તેની આખી દિશા તેમણે ચીંધી દીધી. અને યોગાનુયોગ ગાંધી બાપુનું પણ  ૫૦મું વર્ષ છે અને તેમને પણ આ ભજન ખુબ જ પસંદ હતું.

એટલે નરસિંહ મહેતાની જન્મ જયંતિ પ્રસંગે આ કોઇપણ ઔપચારિકતા તો કરીએ પણ તેની સાર્થકતા તો ત્યારે ગણાય કે આપણે જે નરસિંહે કહ્યું કે પક્ષા પક્ષી નહિ જયાં પરમેશ્વર સમદ્રષ્ટિને સર્વ સમાન તેમણે અસ્પૃશ્યતા સામે પણ ઝુંબેશ ઉપાડી તેમણે જીવનને સમતાથી લેવાની વાત કરી અને તેમણે એમ કહ્યું કે વૈષ્ણવ જન તો તેને રે કહીએ રે જે પીડ પરાઇ જાયે રે… પર દુખે ઉપકાર કરે તો યે મન અભિમાન ન આણે રે…

Vlcsnap 2019 05 18 10H16M39S3

આ તકે નિધીબેન ધોળકીયાએ કહ્યું હતું કે નરસિંહ મહેતા વિશે તો જેટલી વાત કરીએ તેટલી ઓછી પડે, આ ઉપરાંત તેમણે નરસિંહ મહેતાનું પ્રભાતિયું જા જા નિદણા ઉપરાંત વૈષ્ણવ જન તો તેને રે કહીએ રે ભજન ગાયું હતું. એ પછી નરસિંહ મહેતાનું ગીત આજની ઘડી તે રળિયામણી ગાયું હતું. અને શ્રઘ્ધાંજલી પાઠવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.