Abtak Media Google News

માત્ર રપ૦૦ની વસતી ધરાવે છે ગીર ગઢડાનું નગડીયા ગામ

મિની હિલ સ્ટેશન તરીકે ઓળખાતા આ ગામમાં આજ દિવસ સુધી સરપંચની ચૂંટણી પણ કરવામાં નથી આવી, ગ્રામજનો આપસી સમજણથી જ પ્રશ્ર્નો ઉકેલે છે અને નિર્ણયો લે છે

ગીરગઢડામાં આવેલું નાનું એવું નગડીયા ગામ માત્ર રપ૦૦ ની વસતી ધરાવે છે. આ ગામ સામાજિક અને અખંડિતતાનું પ્રતિક છે, ગામમાં હજુ સુધી એક પણ પોલિસ ફરિયાદ નથી કરવામાં આવી એ તેનું ઉત્તમ ઉદાહરણ છે. મિનિ હિલ સ્ટેશન તરીકે ઓળખાતા આ ગામમાં આજ દિવસ સુધી સરપંચની ચુંટણી પણ કરવામાં નથી આવી ગ્રામજનો આપસી સમજણથી જ નિર્ણયો લઇને દરેક પ્રશ્ર્નોનો ઉકેલ લાવે છે.

ગ્રામજનો ચૂંંટણીના બદલે કોઇ એક વ્યકિતની પસંદગી કરે છે. ખેતી અને પશુપાલન પર નિર્ભર નગડીયા ગામમાં પાણી, સ્ટ્રીટ લાઇટ, શાળા વગેરે જેવી તમામ પાયાની સુવિધાઓ છે. અને મજાની વાત પણ એ છે કે ગ્રામજનોની સતર્કતાના કારણે હજુ સુધી એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. અને ગામને બે વખત સેનેટાઇઝ પણ કરાયું છે. અહીંના લોકો દરેક તહેવાર, પ્રસંગો સાથે મળીને ઉજવે છે. ભૌગોલિક રીતે ડુંગર વિસ્તારમાં જંગલની નજીક આવેલું આ ગામ મીની હિલ સ્ટેશન સમાન છે. અને અહીં સિંહ સહિત અન્ય જંગલી પશુઓની અવર જવર રહે છે. તેમ છતાં હજુ સુધી એકપણ જાનવરે ગ્રામજનોને કોઇ નુકશાન નથી પહોચાડયું આ સિવાય આ ગામને પંચાયત ઓફીસ અને પોસ્ટ ઓફિસની મંજુરી મળી ગઇ છે. અહીં દરેક સંપ્રદાયના લોકો રહેવા છતાં વિવાદના કિસ્સાઓ નથી બન્યા. ગામમાં એક નદી પસાર થાય છે અને લોકોમા: સંપના કારણે અન્ય ૩પ ગામોને પિયાતનું પાણી પુરુ પાડવામાં આવે છે. તેમજ પાણીનો સંગ્રહ કરવામાં આવે છે જેથી પાણીના તળ સાજા થાય આમ નાનુ એવું નગડીયા ગામ સમાજ માટે સંપનું ઉદાહરણ પુરુ પાડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.