એક જ ટુર્નામેન્ટ ૧૧ વખત જીતવાની અદ્વિતિય સિદ્ધિ નડાલે પોતાના નામે કરી

nadal
nadal

વર્લ્ડ નંબર વન સ્પેનિશ ટેનિસ સ્ટાર નડાલે ફાઈનલમાં જાપાનના નિશિકોરીને ૬-૩, ૬-૨થી હરાવીને ૧૧મી વખત મોન્ટે કાર્લો માસ્ટર્સ ટુર્નામેન્ટ જીતીને ઈતિહાસ રચી દીધો છે. આ સાથે ટેનિસના ઓપન એરામાં એક જ ટુર્નામેન્ટ ૧૧ વખત જીતવાની અદ્વિતિય સિદ્ધિ નડાલે પોતાના નામે કરી લીધી છે.

આ ઉપરાંત મોન્ટે કાર્લો ટાઈટલની સાથે નડાલે એટીપી વર્લ્ડ રેન્કિંગમાં ૧૭૧માં સપ્તાહે પણ નંબર વનનું સ્થાન પોતાની પાસે નિશ્ચિત કરી દીધું છે. નડાલે છેલ્લા ૧૪ વર્ષમાં ૧૧મી વખત ક્લે કોર્ટની મોન્ટે કાર્લો માસ્ટર્સ ૧૦૦૦ સિરિઝ ટેનિસ ચેમ્પિયનશીપ જીતવાની સાથે સળંગ ત્રીજી વખત અહી વિજેતા બનવાનો રેકોર્ડ પણ નોંધાવ્યો હતા.

આ ઉપરાંત તેણે ક્લે કોર્ટ પર સતત ૩૬ સેટ જીતવાનો અનોખો કિર્તિમાન સ્થાપિત કર્યો હતો. આંતરરાષ્ટ્રીય ટેનિસ જગતમાં ‘રાફા’ના હૂલામણા નામે ઓળખાતા નડાલે કારકિર્દીની ૩૧મી માસ્ટર્સ ટુર્નામેન્ટ જીતીને સૌથી વધુ માસ્ટર્સ ટુર્નામેન્ટ જીતવાના યોકોવિચનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો. યોકોવિચ ૩૦ માસ્ટર્સ ટાઈટલ જીતી ચૂક્યો છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

Loading...