Abtak Media Google News

મેં કોંગ્રેસને ચેતવી હતી ! મારી અવગણના થતા પાર્ટીનું બંધન છોડ્યું : હવે ક્યાંય બંધનમાં બાંધવું નથી,મોરબીમાં શંકરસિંહની સાફ વાત

મોરબી ક્ષત્રિય સમાજના કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા શંકરસિંહ વાઘેલાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મેં ભલે કોંગ્રેસ છોડી પણ રાજ્યસભાની ચૂંટણીમાં મિત્રતાના દાવે મારો મત અહેમદભાઈ પટેલને જ આપીશ.

ગઈકાલે મોરબી આવેલા શંકરસિંહ વાઘેલાએ પત્રકાર પરિષદમાં ખુલ્લા મને હાલની કોંગ્રેસની સ્થિતિ સહિતના મુદ્દે પોતાના મંતવ્યો આપ્યા હતા. જેમાં કોંગ્રેસ તેમના ધારાસભ્યો પર ભરોસો રાખવો જોઈએ અને હાલ ગુજરાતમાં પૂર ની સ્થિતિમાં ધારાસભ્યોને તેમના વિસ્તારમાં મોકલવા જોઈએ નહિ કે નજર કેદ કરવા જોઈએ તેવી માર્મિક ટકોર કરી કોંગ્રેસ પર પ્રહારો કાર્ય હતા.

વધુમાં શંકરસિંહે જણાવ્યું હતું કે મેં કોંગ્રેસને ચેતવી હતી કે ધારાસભ્યો દુ:ખી છે. તેમના પ્રશ્નો સાંભળો પણ પાર્ટી એ કોઈ જવાબ ન આપતા મેં કોંગ્રેસ છોડી અને જો કોંગ્રેસે ધારાસભ્યોને સાચવ્યા હોત તો આજે તેમને નજરકેદ કરવાની નોબત ના આવેત. વધુમાં તેમણે જણાવ્યું હતું કે અમુક લોકો મને પ્રેસમાં બદનામ કરી રહ્યા છે ,જો આ બંધ નહિ કરવામાં આવે તો હું કાનૂની પગલાં ભરીશ.

આ તકે શંકરસિંહે મોરબી અને બનાસકાંઠામાંથી બોધ પાઠ લઈ ને સરકારે નદીકાંઠાઓ પર પ્રોટેકશન વોલ બનાવવાની માંગણી કરી હતી.શંકરસિંહ એ પોતાના અંદાજમાં જણાવયું હતું કે મેં પોલીટીકલ પાર્ટી નું બંધન મૂક્યું છે. પોલિટિકસ નહિ. અને હું હવે કોઈ પણ પોલિટિકસ પાર્ટી ના બંધન માં જોડાવાનો નથી. જયારે હાલ માં કેટલાક કોંગ્રેસ ના ધારાસભ્યો આપના સંપર્ક માં છે તેના જવાબ માં શંકરસિંહ એ તેઓ કોઈ પણ ધારાસભ્ય ના સંપર્ક માં નથી એવું જણાવ્યું હતું. આ સાથે તેઓ એ રાજ્યસભા ના સભ્યની ચૂંટણી માટે પણ અહેમદ પટેલ મને ઓફર કરી હતી. અને રાજ્ય સભા ના સભ્યની ચૂંટણીમાં પોતાનો મત મિત્રતા ના દાવે અહેમદ પટેલ ને આપશે તેવી સ્પષ્ટતા કરી હતી અને રાજ્ય સભા ની ચૂંટણી પૂર્ણ થયા બાદ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દેશે તેવી જાહેરાત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.