Abtak Media Google News

બાલમંદિરથી એન્જિનિયરીંગ કોલેજના ૧૭ હજાર છાત્રોએ લીધો ભાગ

રાજકોટ મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બાલમંદિરથી એન્જીનીયરીંગ કોલેજનાં ૧૭૦૦૦ વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે સાથે તેનામાં રહેલી શકિતઓને વિકસાવવા માટે મદદરૂપ થાય છે. ત્યારે મહાત્માગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ‘મેરા ટેલેન્ટ મેરી પહેચાન’ સીઝન-૩નું આયોજન કરવામાં આવ્યું છે. આ શોમાં નાટકસ્પર્ધા, કરાઓકે (સંગીત સ્પર્ધા) ડાંસ અને વિશેષ ટેલેન્ટ માટેની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં અંદાજીત ૫૫૦ વિદ્યાર્થી ભાગ લેશે આ તકે અલગ અલગ સ્કુલના પ્રીન્સીપાલે હાજરી આપી હતી.

હેલીબેન ત્રિવેદીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે… મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ એ શૈક્ષણિક સંસ્થા છે. તેના નેજા હેઠળ ૨૭ સંસ્થાઓ કે જેમાં બાળમંદિરથી એન્જી. કોલેજ સુધી કાર્યરત છે. જેમાં અંદાજે ૧૭૦૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ ૧૭૦૦૦ વિદ્યાર્થીઓમા શૈક્ષણીક સાથે સાથે તેમનામાં રહેલી શકિતઓનો વિકાસ થાય એ માટે છેલ્લા છ વર્ષથી મેરાટેલેન્ટ મેરી પહેચાન એ શિર્ષક હેઠલ આજે સીઝન-૩નું આયોજન કરવામાં આવ્યું છે. એ અંતર્ગત અમે નાટક સ્પર્ધા, કરાઓકે (સંગીત સ્પર્ધા), ડાંસ અને વિશેષ ટેલેન્ટ એમ અમે વિદ્યાર્થીઓ માટે પ્લેટફોર્મ પૂરૂ પાડીએ છીએ.

Rajkot2

આજથી આ કાર્યક્રમની શરૂ આત કરીએ છીએ. પ્રાથમિક વિભાગ માધ્યમીક વિભાગ અને કોલેજ વિભાગ એમ ત્રણ વિભાગોમાં અંદાજીત ૫૫૦ વિદ્યાર્થીઓ પોતાનું ટેલેન્ટ બતાવશે આ ટેલેન્ટ પરથી વિદ્યાર્થીઓને એક સાથે પ્લેટફોર્મ મળે અને તેમાં રહેલા ટેલેન્ટ બહાર આવે અને વધુને વધુ આગળ વધે એ માટે આ શૈક્ષણીક સંસ્થાઓ એક પ્લેટફોર્મ પૂરૂ પાડે છે. સર્વ વિદ્યાર્થીઓને હું અભિનંદન આપું છું સમગ્ર સ્ટાફને શુભેચ્છા પાઠવું છું.

Rajkot 3

સોરઠીયા સુલેમાન (સદગુરૂ વિદ્યાલય)એ કહ્યું હતુ કે અમે ‘સ્વતંત્રતા’ પર નાટક રજૂ કર્યું છે. સ્વાતંત્ર્યતા વિશે આ નાટક છે. જેમાં બિસ્મીલ, અસફાક ઉલ્લાખાન, પાત્રો આવેલા છે. આવા નાટકો કરવાથી વિદ્યાર્થીઓમાં દેશ પ્રેમ વધે છે. ચૌહાણ હેતાક્ષી (સદગુરૂ પ્રાથમિક શાળા)એ જણાવ્યું હતુ કે અમારૂ નાટક આજે દેશપ્રેમ અને દેશ દાઝ વિશેનું છે. આવા નાટકો દ્વારા બધાને સંદેશ પહોચાડી શકીએ છીએ કે દેશના વિશે એ જે દેશ પ્રત્યે પ્રેમ દર્શાવ્યો છે તે આપણે લોકો સુધી પહોચાડી શકીએ છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.