Abtak Media Google News

જામનગરમાં દિગ્વીજય પ્લોટ શેરી નં.7માં આવેલા રિઘ્ધિ-સિઘ્ધી બંગલાને નિશાન બનાવી ખાબકેલા તસ્કરો એકલી રહેલી વૃઘ્ધાને બંધક બનાવી બે લુંટારૂઓ લુંટના બનાવને અંજામ આપી નાશી જતાં સનસનાટી મચી જવા પામી છે. મોઢે ડુબો દઇ વૃઘ્ધાને માર માર્યો હોવાનું પણ સામે આવ્યું છે. વહેલી સવારે આ ઘટના સામે આવતા એસ.પી. સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

Img 20180412 Wa0017 1જામનગરમાં દિગ્વીજય પ્લોટ વિસ્તારમાં શેરી નં.7માં રહેતા જયંતિભાઇ કનખરાના રિઘ્ધિ-સિઘ્ધી નામના બંગલામાં ગત મોડી રાત્રીના બે તસ્કરો ચોરી કરવાના ઇરાદે ખાબકયા હતાં. દરમિયાન બંગલામાં હાજર રહેલા એક વૃઘ્ધા જાગી જતાં બન્ને શખ્સોએ વૃઘ્ધાને બંધક બનાવી હતી. ત્યારબાદ મોઢે ડુમો દઇ મહિલાને સખત માર માર્યો હતો અને ઘરમાં રહેલ તમામ માલમતા કાઢી આપવા દબાણ કર્યુ હતું. સખત માર મારતા ડઘાઇ ગયેલા વૃઘ્ધા બેશુઘ્ધ થઇ ગયાનું જાણવા મળ્યું છે. ચોરી કરવાના ઇરાદે ઘરમાં ઘુસેલા બન્ને શખ્સોએ ત્યારબાદ ઘરમાં રહેલ સોના-ચાંદીના દાગીના અને માતબર રોકડ રકમની લુંટ ચલાવી નાશી ગયા હતાં.

Img 20180412 Wa0013બનાવ વહેલી સવારે સામે આવતા એસ.પી. સહિતનો પોલીસ સ્ટાફ દિગ્વીજય પ્લોટ વિસ્તાર દોડી ગયો હતો. પોલીસે બંધક રહેલ વૃઘ્ધાને સાંત્વના આપી, ઘરે તબીબી સારવારની વ્યવસ્થા કરી નિવેદન નોંઘ્યુ હતું.

Img 20180412 Wa0016 1કઇ રીતે લુંટારૂ ઘરમાં ઘુસ્યા અને કઇ રીતે બનાવને અંજામ આપ્યો તેની સમગ્ર કડીઓ મેળવવા પોલીસે તાત્કાલીક સ્નીફર ડોગની ટીમને ઘટના સ્થળે બોલાવી લીધી હતી. લુંટ કરી નાશી ગયેલા શખ્સો અંગે ખરાઇ કરવા એફએસએલની ટીમને પણ પોલીસ દ્વારા બોલાવી લેવામાં આવી હતી. બીજી તરફ નાશી ગયેલા શખ્સોને પકડી પાડવા પોલીસે જિલ્લાભરમાં નાકાબંધી કરી અન્ય જિલ્લાઓની પોલીસને પણ સતર્ક કરી હતી.

Img 20180412 Wa0010આ બનાવને લઇને શહેરમાં સનસનાટી મચી જવા પામી હતી. વહેલી સવારે બનાવ સામે આવતા લોકોના ટોળા બંગલા બહાર એકત્ર થયા હતા તો બીજી તરફ ભાનુશાળી વૃઘ્ધાના સગા-સબંધીઓ પણ ઘટનાની જાણ થતાં જ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. લુંટના આ બનાવમાં કેટલી મતા ગઇ છે તેનો તાગ મેળવવા પોલીસે ફરિયાદ સહિતની આગળની કાર્યવાહી શરૂ કરી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.