મારી સુખ દુઃખની સાથી ચા

if-you-also-drink-empty-stomach-tea-be-aware
if-you-also-drink-empty-stomach-tea-be-aware

સંબધોને સથવારો આપે છે ચા
લાગણીઓને હૂંફ આપે છે ચા

તને મળવાનું કારણ છે ચા
હમેશા તારો એહસાસ અપાવે છે ચા

મિત્રોની મહેફિલમાં મહેમાન છે ચા
એકલતામાં મોટો હથિયાર છે ચા

અકળામણ દૂર કરે છે ચા
જીવનમાં તાજગી અપાવે છે ચા

સુખમાં પીવાતી ખુશી છે ચા
દુઃખમાં પીવતા આંસુ છે ચા

બધા જ ઝઘડાઓનું સમાધાન છે ચા
દરેક સમસ્યાનું સમાધાન છે ચા

બધા જ ગુજરાતીની પહેલી પસંદ છે ચા
મારો તો એક તરફી પ્રેમ છે ચા

તું મારો અને તારો પહેલો પ્રેમ છે ચા
બાકી રહેલી મુલાકાતનું બહાનું છે ચા

Loading...