Abtak Media Google News

ગુજરાત ટી ટ્રેડર્સ એસોસિએશનની ૪૩મી બિઝનેસ મીટ રાજકોટ ખાતે યોજાઇ: કેન્દ્રિય મંત્રી પુરૂષોતમ રૂપાલા, રૂદ્રો ચેટરજી, કુંવરજીભાઇ બાવળીયા, મોહન કુંડારીયા, વિરેન શાહ, જય વસાવડા સહિતના ઉ૫સ્થિત રહ્યાં

ગુજરાત ટી ટ્રેડર્સ એસો. ની ૪૩મી ચા વિતરણ વ્યાપાર પરિષદ ગત તા. ૮-૯ ને રવિવારના રોજ હોટલ સયાજી, કાલાવડ રોડ રાજકોટ મુકામે યોજાયેલ. જેમાં મુખ્ય મહેમાન તરીકે ભારત સરકારના કૃષિ મંત્રી પુરુષોતમભાઇ રુપાલા ખાસ ઉ૫સ્થિત રહ્યા હતા. લક્ષ્મી ટી કંપની પ્રા.લી. કલકતાના મેનેજીંગ ડાયરેકટર રૂદ્રો ચેટરજી  મહેમાન તરીકે ઉ૫સ્થિત રહ્યા હતા. તેમજ ફાઇટાના ચેરમેન વિરેનભાઇ શાહ, ગુજરાત રાજયના મંત્રી કુંવરજીભાઇ બાવરીયા, રાજકોટના એમ.પી. મોહનભાઇ કુંડારીયા અને જાણીતા કટાર લેખક અને મોટીવેશનલ સ્પીકર જય વસાવડા ખાસ ઉ૫સ્થિત રહ્યા હતા. ઉપરોકત મહેમાનો દ્વારા દીપ પ્રાગટયથી આ અધિવેશનને ખુલ્લુ મુકેલ હતું. જી.ટી.ટી.એના પ્રમુખ દિનેશભાઇ કારીયાએ સ્વાગત પ્રવચન તેમજ જી.ટી.ટી.એ ની ગતિવિધિઓથી માહિતગાર કરેલ તેમજ સભ્યોએ આવકારેલ.

વેપારી મિત્રો માટેની વિવિધ રજુઆતો ટી બોર્ડ ઓફ ઇન્ડીયામાં લેખીત રજુઆત કરેલ તેમજ આવનાર દિવસોમાં જી.ટી.ટી.એ. ખુબજ પ્રગતિશીલ બને અને વેપારી મિત્રોની સમસ્યાને વાચા આપશે. તેવા પ્રયત્નો અમારા તરફથી હશે. ૪૩ વર્ષ જુનુ એસો. છે જેની અંદર અનેક મહાનુભાવોએ આનું સિચન કરેલ છે. જેના ફળ સ્વરુપે આજે આપણે આવડા મોટા ફલકમાં બેઠા છીએ. હું આજના દિવસે આ તમામ વડીલોનો વંદન  કરું છું. ભારતભરના રાજયોમાં અનેક ચા ના એસો. હશે પરંતુ છેલ્લા ૪૨ વર્ષથી ત્રિમાસિક અંક રેગ્યુલર બહાર પાડવામાં આવે છે તેવું એક માત્ર આ એસો. છે. જેનો પ્રમુખ હું છું તેનો મને ગૌરવ છે. ગુજરાતના પનોતા પુત્ર યશશ્ર્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ અને ગૃહમંત્રી અમિતભાઇ શાહે હાલમાં ૩૭૦ અને ૩૫ (એ) કલમ કાઢી અને દેશની અંદર જે ગૌરવ પ્રાપ્ત કરેલ તે આપણને ગુજરાતી તરીકે ગૌરવ છે તેમજ ૩૭૦ અને ૩પ (એ) કલમ ઉપર રાજકોટ ટી મર્ચન્ટ એસો.ના બાળકોએ ગીત ઉપર નૃત્યુ રજુ કરેલ તેને હું ખરા દિલથી શુભેચ્છા આપું છું. ઉ૫સ્થિત મહેમાનોને મોમેન્ટ તથા બેકે દ્વારા  સ્વાગત જી.ટી.ટી.એ.ના પ્રમુખ મંત્રી તેમજ ઉપપ્રમુખ રમણભાઇ પટેલ, રતનલાલ શર્મા, કમલભાઇ સેજપાલ અને રવિન્દ્રભાઇ પટેલ, સહમંત્રી અજયભાઇ શેઠ, કનુભાઇ પટેલ દ્વારા કરવામાં આવેલ. કેન્દ્રીય મંત્રી રૂપાલા એ એસો.ના ૪૩માં અધિવેશનમાં ઉ૫સ્થિત રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું તે માટે તેઓ ગૌરવની લાગણી અનુભવતા હતા. સરકાર સમક્ષ ચા ને લગતા વિવિધ પ્રશ્ર્નો જી.ટી.ટી.એ ને સાથે રાખીને યોગ્ય રજુઆત કરશે. ચા એ લોકોનું માનીતું જાણીતું અને સ્વાગત પરંપરાને ઉન્નતગર કરતું પીણું છે. સારી ચા નું ઉત્પાદન વધારી અને ભારત વર્ષને ચા ઉત્પાદન ક્ષેત્રે ગૌરવ વધારવાની જવાબદારી આપ સૌ ના શિર પર છે. ફાઇટાના ચેરમેન વિરેનભાઇ શાહ ચા વ્યાપારના એસો.નું પ્રતિનિધિત્વ ધરાવતી સંસ્થા એટલે ફાઇટા, વેપારીઓના પ્રશ્ર્નોને ખુબ જ સારી રીતે સમજી અને યોગ્ય રજુઆત અને નિકાલ કરવાના પ્રયત્નો કરી રહ્યું છે મને અહીં ઉ૫સ્થિત કરવા માટે જી.ટી.ટી.એ નો આભાર જી.ટી.ટી. એ. ના સીનીયર સભ્ય તેમજ એડવાઇઝર સેંધાભાઇ પટેલે જણાવેલ કે, આયન પાર્ટીકલ્સના કેસો વેપારીઓ ઉપર થતાં હતા જેમાં જેલ સુધીની સજા થતી હતી જેના કારણે ૧૯૭૬ માં જી.ટી.ટી.એ ની સ્થાપના કરવામાં આવેલ. જી.ટી.ટી.એ. તેમજ ફાઇટા, વિવિધ એસો.ની રજુઆતના કારણે આજે આ કાયદો નાબુદ થયેલ છે તે આનંદની વાત છે. આ એ.જી.એમ.ના સ્પોન્સર લક્ષ્મી ટી કંપની પ્રા.લી. કલકતાના મેનેજીંગ ડાયરેકર રુદ્રો ચેટરજીએ પોતાના વકતવ્યમાં જણાવેલ હતું કે અમારી કંપનીના વિવિધ ગાર્ડના દ્વારા ઉત્તમ કવોલીટી બનાવવામાં આવે છે. આ સૌ વેપારી મિત્રો સારી કવોલીટીનું પ્રોડકશન લઇ અને સારા બ્લેન્ડ દ્વારા ગ્રાહકોને સારી ચા પીવા મળે તેવા પ્રયત્નો કરશો.

ગુજરાત રાજયના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવરીયાએ પ્રાસંગીક ઉદબોધન આપી અને જી.ટી.ટી.એ. ને શુભેચ્છા પાઠવી હતી. રાજકોટના એમ.પી. મોહનભાઇ કુંડરીયાએ પણ પ્રાસંગીક પ્રવચનમાં જી.ટી.ટી.એ. ની સુંદર કાર્ય પઘ્ધતિને બિરદાવી શુભેચ્છા પાઠવી હતી. જાણીતા કટાર લેખક જય વસાવડા દ્વારા ઉ૫સ્થિત વેપારી મિત્રોને મોટી વ્યસ્ત સ્પીચ દ્વારા ઉત્સાહીત કરેલ હતા. વધુમાં જણાવેલ કે, હું ચા પીવાનો શોખીન વ્યકિત છું. અને આજે ચા ના સમુદ્રરુપી વેપારી મિત્રોને મળીને ખુબ જ આનંદ અનુભવું છું. મને અહીં ઉપસ્થિત થવા બદલ જી.ટી.ટી.એ. ના પ્રમુખ દિનેશભાઇ કારીયાનો આભાર વ્યકત કર્યો હતો. જી.ટી.ટી.એ. ના માનદ મંત્રી નિરજભાઇ  પટેલે જણાવેલ કે, ૪૩મી એ.જી. એમ. ના સ્પોન્સર મે. લક્ષ્મી ગ્રુપ, કલકતાના મેનેજીંગ ડાયરેકટર રુદ્રો ચેટરજી તેમજ રાજકોટ મર્ચન્ટ ટી એસો.ની ટીમ કે જેમણે આટલૂં સુંદર આયોજન અને તેની વ્યવસ્થા કરેલ તે બદલ સૌનો આભાર માનેલ અંતમાં રાષ્ટ્રગીત સાથે ૪૩મી ચા વ્યાપાર વિતરણ પરિષદ પૂર્ણ થયેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.