મારી કલ્પનાઓ

તારીને મારી વાતો માટેની એક સાંજ બાકી છે.
તારા નામે કરેલી એ ચા પીવાથી બાકી છે.
તારા અને મારા સપના તો જોયા છે આ આંખે
બસ એ સપનાનું હકીકતમાં પરિવર્તન થવાનું બાકી છે.
મુશ્કેલી ભરેલા જીવનમાં તારો સાથ બાકી છે.
તારો અને મારો સંગાથ બાકી છે.
મારી દ્રષ્ટિએ તને જોવાનો અંદાજ જુદો છે.
એ જ દ્રષ્ટિએ તું પણ મને જો એ વ્યવહાર બાકી છે.
તારા માટે જાગુ એ જીવન બાકી છે
તારા સપના જોવ એ રાત બાકી છે.
માનું છું કે આ બધી કલ્પનાઓ છે મારી પણ
થશે એક વખત સત્ય એવો મારો વિશ્વાસ બાકી છે.
તું છો તો જીવે છે કલ્પનાઓ મારી
પરંતુ આંખો બંધ કરું અને તું આવીજા એ મુલાકાત બાકી છે.

Loading...