પ્રથમ નોરતે ર્માં આશાપુરાને શીશ ઝુકાવતા માઈભકતો

આજથી નવલા નોરતાનો મંગલ પ્રારંભ થયો છે. આજે પ્રથમ નોરતે સવારથી જ માતાજીના મંદિરોમાં ભકતોની ભારે ભીડ જામી છે. માઈભકતો સવારથી જ ર્માંના ચરણોમાં શીશ ઝુકાવી ધન્ય બની રહ્યા છે. શ્રધ્ધાથી કરેલી માતાજીની પુજા અર્ચના-પ્રાર્થના સર્વ મનોકામના પૂર્ણ કરે છે.

રાજકોટ શહેરનાં પેલેસ રોડ પર આવેલા સુપ્રસિધ્ધક ર્માં આશાપૂરાના મંદિરે આજે સવારથી ભકતોનું ઘોડાપૂર ઉમટયું છે. અને ર્માં આશાપૂરાને શ્રીફળ પ્રસાદ ચુંદડી ધરાવી રહ્યા છે. નવરાત્રીનાં નવ દિવસ અહી દર વર્ષે ગરબાનું આયોજન થાય છે. પરંતુ હાલ કોરોના મહામારીને કારણે આ વર્ષે સમગ્ર આયોજનો રદ થયા છે. નવે નવ દિવસ વહેલી સવારથી મોડીરાત અહી દર્શનાર્થીઓ આવે છે. અને મનને પ્રફૂલ્લિત બનાવે છે.

Loading...