Abtak Media Google News

માતૃત્વ માટે એવું કહેવાય છે કે ભગવાન દરેક જગ્યાએ નથી પહોંચી શક્ય એટ્લે જ તેને માતાનું નિર્માણ કર્યું. અને ખરા અર્થમાં માતા એ જ છે જે બાળકના ઉછેર માટે પોતાનો જીવ રેળી દે છે, એટલું જ નહીં ભગવાને માતૃત્વનો હક પણ બાળકના જન્મ પહેલાના નવ મહિનાથી માતાને નામે કર્યો છે. તેવા સમયે લગ્નના લાંબા ગાળા બાદ પણ જો સ્ત્રીને માતૃત્વનો હક નથી મળતો ત્યારે તે તેના હક માટે દુનિયા તો શું પોતાના પરિવાર સાથે પણ યુદ્ધધે ચડવામાં અચકતી નથી. તેવી જ કહાની છે આપણી અસ્મિતાની …

Womenઅસ્મિતા જેના લગ્નને આજે દસ વર્ષ પૂર્ણ થયા છે, પરંતુ હમણાં થોળા સમયથી તેના ચહેરા પર એક ઉદાસી જ છવાયેલી રહે છે. સોસાયટીના ગાર્ડનમાં જયારે અમે બંને સાથે ચાલવા જઈએ છીએ ત્યારે પાંત્ય રમતા બાળકોને જોઈને તેની આંખમાં આંસુ આવી જાય છે. તેનું આ દુ:ખ મારાથી નો જોવાણું અને મે તેની મદદ કરવાનું પણ નક્કી કર્યું. જેના માટે મે ડોક્ટરને પણ પૂછ્યું તો તેમના કહેવા અનુસાર બંનેના રિપોર્ટ પણ કરાવ્યા હતા. રિપોર્ટમાં અસ્મિતાના રિપોર્ટ તો સાવ નોર્મલ આવ્યા પરંતુ કુમાર પિતા બાવાની ખામી હતી. જેના કારણે હજુ સુધી અસ્મિતાઓ ખોળો ખાલી હતો. આ બાબતે ડોક્ટરને પૂછવાથી તેમણે ટેસ્ટટ્યુબ બેબીની સલાહ આપી પરંતુ તે વાત કુમારને ખાટકી ગયી. એનું કહેવું હતું કે એ બાળકનો પિતા કોણ હશે એ કોણ જાણે.. લોકો એને મારૂ બાળક નહીં કહે… પરિવારના લોકો પણ તેને આપનું લોહી નહીં કહે… અને અનેક આરોપો તારા પર પણ આવશે એટલે અસ્મિતા આ વાત તો તું ભૂલી જ જ…!!

Convince Your Parents To Let You Get A Haircut Step 12પરંતુ હવે અસ્મિતા એ આ દરેક વિરોધ સામે લડવાનું નક્કી કર્યું. અને લોકો શું કહેશે તેની ફરવા કરવાનું પણ છોડી દીધું. એનું બસ એટલું જ કહેવું હતું કે જ્યારે મારામાં કોઈ હામી નથી અને મારે મારા માતૃત્વનો હક જો છે ત્યાર એલોકોને એ વિચરવું જોઈએ કે એ બાળક મારી કોખમાં ઉછેરવાનું છે, આપના પરિવારમાં તેનો ઉછેર થવાનો છે. ત્યારે એ બાળક બીજા કોઈનું કેમ થાય? હવે હું કોઈનું નથી વિચારવાની જ્યારે એ લોકોને એક સામાન્ય બાબત નથી સમજાતી તો મારે પણ કઈ જરૂરત નથી તેના વિષે વિચારીને મારી લાગણીઓને દબાવવાની. બસ પછી આસમિતા ચાલી નીકળી પોતાના માતૃત્વની રાહ ભણી.

2583747481488879535 6039એ વાતને પાંચ વર્ષ વીતી ગયા અને આજે અસ્મિતા તેની લડકીને લઈને જ્યારે ગાર્ડનમાં રમવા આવે છે ત્યારે તેનો ચહેરો તેના ફૂલ જેવો જ ખીલેલો દેખાય છે અને મુદ્દાની વાત તો એ છે કે નાની નાજુકલી ખુશી એટલી તો પ્રેમાળ અને મીઠાડી છે કે કોઈ તેનાથી દૂર નથી રહી શકતું. તેના જન્મના થોડા દિવસ તો કુમાર પણ તેના તેનાથી દૂર રહેતો હતો પરંતુ બાળક તો બાળક છે તેનાથી કેમ દૂર રહી શકાય અને બન્યું એવું કે અસ્મિતા કતરા કુમાર ખુશીથી વધુ નજીક આવી ગયો છે. એક પળ પણ તેને ઘરમાં નો જોવે તો સળવળી જાય છે.

Maxresdefault 6અહી વાત માત્ર અસ્મિતાના માતૃતાવની નથી , હજુ પણ લોકોના વિચારો તેના સમય કરતાં પાછળ છે અને તેના પરિણામ સ્વરૂપ અસ્મિતા અને કુમાર જેવા લોકો નિ:સંતાન રહી આખી જિંદગી તેના દૂ:ખમાં પસર કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.