Abtak Media Google News

દિલ્હી હાઈકોર્ટમાં થયેલી એક જાહેર હિતની અરજીમાં દિલ્હી સરકારે દસ્તાવેજની નોંધણીમાં આધાર કાર્ડ ફરજીયાત કરવાથી નાગરીકોના બંધારણીય હકક ‘રાઈટ ટુ પ્રાયવસી’નો ભંગ થતો હોવાનો જવાબ રજૂ કર્યો

કેન્દ્ર સરકારે વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે આધારકાર્ડને ફરજીયાત બનાવ્યું હતુ જેમાં મોટાભાગની રાજય સરકારોએ પણ મિલ્કત કે જમીનની ખરીદી વખતે દસ્તાવેજ કરાવવામાં આધારકાર્ડને ફરજીયાત બનાવ્યું છે. દસ્તાવેજની નોંધણીમાં આધારકાર્ડ ફરજીયાત કરવાથી નાગરિકોને મળેલા ‘રાઈટ ટુ પ્રાયવેસી’ના કાયદાનો ભંગ થતો હોવાની રાવ ઉઠવા પામી છે. અકે તરફ દેશ ડીજીટલ બનવા તરફ તેજગતિએ આગળ વધી રહ્યો છે. ત્યારે હેકરો ડીજીટલ દસ્તાવેજોમાંથી આધારકાર્ડ નંબર મેળવી નેટકોલ નાગરીકોની તમામ મિલ્કતોની વિગતો મેળવી શકે છે.જેનો ગેરપયોગ થવાની સંભાવના પણ ઉભી થવા પામી છે. જેથી દસ્તાવેજની નોંધણીમાં આધારકાર્ડ લીંકઅપ કરવા સામે વિરોધ ઉઠી રહ્યો છે. આવા જ મુદે દિલ્હી હાઈકોર્ટમાં થયેલી એક જાહેર હિતની અરજી થઈ છે.

સુપ્રીમ કોર્ટે ગત સપ્ટેમ્બર માસમાં તમામ પ્રકારની સરકારી કામગીરીમાં આધાર કાર્ડને ફરજીયાત બનાવવા સામે કેન્દ્ર સરકારનો કાન આમળ્યો હતો. સુપ્રીમ કોર્ટે તેના ચૂકાદામાં જણાવ્યું હતુ કે આધારકાર્ડને ઓળખના પૂરાવા તરીકે માન્ય રાખી શકાય પરંતુ તેને તમામ સરકારે કામગીરીમાં ફરજીયાત ગણી ન શકાય. દિલ્હી ભાજપના નેતા અશ્ર્વીનીકુમાર ઉપાધ્યાયે જમીન અને મિલ્કતોના દસ્તાવેજોની નોંધણી સાથે આધાર કાર્ડને ફરજીયાત બનાવવાની દિલ્હી હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરી છે. આ અરજીમાં ઉપાધ્યાયે દાવો કર્યો છે કે ભ્રષ્ટાચાર અને બેનંબરી મિલ્કતની ભાળ મેળવવામાં આધાર કાર્ડને લીંકઅપ કરવાથી વિગતો મેળવી શકાશે અને બેનામી વ્યવહારોની ભાળ પણ મેળવી શકશે તેવો દાવો કરીને દિલ્હીમાં દસ્તાવેજ નોંધણીમાં આધારકાર્ડ લીંકઅપ કરવાની માંગ કરી હતી.

7537D2F3 3F16 418C 8E45 6B879E722C20 5

જેથી દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટીસ ડી.એન. પટેલ અને જસ્ટીસ કે. હરિશંકરે દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકારને નોટીસ આપીને આ મુદે જવાબ માંગ્યો હતો. જેના જવાબમાં દિલ્હી હાઈકોર્ટે સોગંદનામા પર જણાવ્યું છે કે સંપતિ નોંધણી અને જમીન પરિવર્તન માટે દસ્તાવેજ કરવામાં આધાર કાર્ડને ઓળખના પૂરાવા તરીકે માની શકાય છે. તેને ફરજીયાત કરવાની કાયદામાં જોગવાઈ નથી સુપ્રીમ કોર્ટે આધાર કાર્ડ મુદે આપેલા ચૂકાદાને ટાંકીને દિલ્હીની આપ સરકારે આ સોગંદનામામાં જણાવ્યું છે કે રજીસ્ટ્રેશન એકટ ૧૯૦૮માં દસ્તાવેજની નોંધણી કરવા માટે જ‚રી દસ્તાવેજોમાં પણ આધાર કાર્ડ પૂરાવા તરીકે ફરજીયાત હોવાનું જણાવાયું નથી જેથી આધાર કાર્ડને દસ્તાવેજની નોંધણી માટે ફરજીયાત કરી ન શકાય જો કે કેન્દ્ર સરકારે આ મુદે વધારે સમય આપવાની માંગ કરી છે. જેથી દિલ્હી હાઈકોર્ટે આ કેસની વધુ સુનાવણી ૧૮ ફેબ્રુ.પર રાખી છે.

જમીન કે મકાન ખરીદતી વખતે કરવા પડતા દસ્તાવેજની નોંધણી સાથે આધારકાર્ડ ફરજીયાત કરવાની માંગથી નાગરીકોના બંધારણીય હકક ‘રાઈટ ટુ પ્રાયવેસી’નો ભંગ થવાની સંભાવના હોય દિલ્હી સરકારે તે મુદા પર દિલ્હી હાઈકોર્ટમાં પોતાનો જવાબ રજૂ કર્યો છે. આમપણ ગુજરાત સહિત દેશના અનેક રાજયોમાં દસ્તાવેજની નોંધણી કરાવતી વખતે આધારકાર્ડ આપવું ફરજીયાત બનાવવામાં આવ્યું છે. આ નિયમના કારણે દસ્તાવેજ કરાવનારા વ્યકિતની પ્રાયવેસીનો ભંગ થવાની સંભાવના ઉભી થાય છે. સરકારે બેનામી સંપતિ કે કાળાનાણાંના વ્યવહારો પકડવા હોય તો અલગ રીતે તપાસ કરીને કે કડક કાયદા બનાવીને પકડી શકે છે. પરંતુ આવા મુદા પર દસ્તાવેજ કરાવનારા તમામ નાગરીકો સામે શંકાની નજરથી જોવા સામે ધણા સમયથી કચવાટ ઉભો થવા પામ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.