કોરોનાના ખાત્મા માટે મૂસ્લિમ બિરાદરોએ ઈદમાં દુઆ માંગી

વિશ્વભરના મુસ્લિમ સુમદાયના સૌથી મહત્ત્વના પવિત્ર રમઝાન મહિનાનું સમાપન થતા મુસ્લિમ સમુદાયે અલ્લાહનો શુક્ર અદા કરવા ઈદ-ઉલ-ફિત્રના પવિત્ર દિવસે જામનગર શહેર, જિલ્લામાંના તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુસ્લિમ સમુદાય દ્વારા સરકારના આદેશ અનુસાર મસ્જિદમાં ચાર વ્યક્તિ અને ઘરે-ઘરે ઈદની ખાસ નમાઝ અદા કરી અલ્લાહના શુક્ર ગુજારી સર્વે માટે ખાસ દુઆ કરવામાં આવી હતી. આપણા દેશમાંથી કોરોના વાઈરસનો ખાત્મો થઈ જાય તે માટે મસ્જિદોમાં અને ઘરે-ઘરે દુઆ કરવામાં આવી હતી. છેલ્લા દોઢ-બે મહિનાથી લોકડાઉનના કારણે આ વખતે ઈદની ખાસ ખરીદી કરવામાં મંદી જણાતી હતી. લોકો પાસે પૈસા ખૂટતા નિરસ વાતાવરણમાં ગમગીની તરીકે ઈદની ઉજવણી કરવામાં આવી હતી. જુનાગઢથી વરિષ્ઠ પત્રકાર અબ્બાસબાપુ ચિસ્તીએ જે જગ્યા હો ત્યાંથી દુઆ કરો કે આ મહામારીનો અમારા દેશમાંથી ખાત્મો થાય. ઘરે રહો અને સલામત રહો તેવી ખાસ દુઆ કરવામાં આવી હતી.

Loading...