Abtak Media Google News

જાણીતા આરજે ધ્વનિત અને એકટ્રેસ ભકિતની બેનમૂન એકટીંગ: મેહુલ સુરતીનું મ્યુઝિક મનડા ડોલાવશે

વિટામીન શી એ કોમેડી અને ઈમોશન્સથી ભરપૂર લવ સ્ટોરી છે. ઝીંદગીમાં દરેક વ્યકિતને કોઈને કોઈ પાર્ટનરની ઝંખના હોય છે પરંતુ જયારે તેને તે મનપસંદ પાત્ર મળી જાય ત્યારે શું થાય છે ?? શું એ પ્રેમના સંબંધો તમારા જીવન છે કે પછી તમારી આઝાદી છીનવાઈ જાય છે અને તમે કેદ થઈ ગયેલ હોય તેવી લાગણી જન્માવે છે ? તમારી લાઈફમાં મિત્રોનું મહત્વ કેટલું ?? તમારા મિત્રો તમને હંમેશા સાચી સલાહ આપે છે કે પછી કયારેક ગેરમાર્ગે દોરી જાય છે ? તમ એતમારા મિત્રો અને તમારી આજુબાજુ રહેલા તમે સંબંધોને કેટલું મૂલ્ય આપો છો ? કેટલું પ્રાધાન્ય આપવું જોઈએ ? મગજમાં ઉદ્ધભવતા આ તામાં પ્રશ્ર્નોના જવાબ એટલે ‘વિટામીન શી’. આ એક સંપૂર્ણ પારિવારિક અને તમામ એજ ગ્રુપને સાંકળી લેતી હળવીફૂલ રોમાન્સ-કોમેડી ફિલ્મ છે. જે ૨૮મીએ રીલીઝ થશે.

સંજય રાવલ એ ખુબ જાણીતા મોટિવેશનલ સ્પીકર છે જેમણે ધણા-બધા પુસ્તકો લખ્યા છે. વર્ષ ૨૦૧૪માં તેમણે ‘તક્ષશિલા એન્ટરટેઈમેન્ટ’ નામે પ્રોડશન હાઉસની સ્થાપના કરી હતી. પ્રોડયુસર તરીકે વિટામીન શીએ તેમની પહેલી ફિલ્મ છે. પાલનપુરનો નવયુવાન, ફૈસલ હાશ્મીની આ ડાયરેકટર તરીકેની પહેલી ફિલ્મ છે અને તેમણે પોતાના અનુભવો અને ફિલ્મ સંબંધિત જ્ઞાનનો તમે નિચોડ કાઢીને આ ફિલ્મ માટે પોતાનું સર્વશ્રેષ્ઠ આપવાનો પુરો પ્રયાસ કર્યો છે.  આરજે ધ્વનિત (રેડિયો મિર્ચી) તરીકે આખા અમદાવાદનો લાડીલો એવો ધ્વનિત છેલ્લા ૧૩ વર્ષથી પણ વધારે સમયથી વોઈસ ઓવર કરે છે અને આજે તેનો અવાજ ઘર-ઘરમાં પરિચિત બની ગયો છે. હવે, રેડિયો પર તેને સાંભળવાની સાથે-સાથે તે તમને સિલ્વર-સ્ક્રીન પર જોવા મળશે. જાણીતી મોડલ અને એકટર એવા ભકિત કુબાવત એ ખુબ જ ટેલેન્ટેડ છોકરી છે. ભકિતએ આની પહેલા ઘણી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. જેમ ફિલ્મનું ટાઈટલ સુચવે છે- વિટામીન તેવી રીતે આ ફિલ્મમાં તેમનો રોલ ઘણો મહત્વનો છે.

અન્ય કલાકારો આશિષ કકકડ, કુમકુમ દાસ, રાજ વઝીર, કામિની પંચાલ સાથે મહત્વની ભૂમિકામાં હરિતા શાહ, કુરુશ દેબુ તથા તુષાર શુકલ જોવા મળશે. મ્યુઝિક ડાયરેકટર મેહુલ સુરતી છે. એક એવું ના જે ગુજરાતીઓ સાથે સંકળાયેલું છે. તેમણે ગુજરાતી જનતાને ખુબ જ સુંદર સંગીત પીરસ્યું છે અને આ ફિલ્મનું સંગીત તેમના ચાહકો માટે ચેરી ઓન કેક જેવું સાબિત થશે. આ ફિલ્મના ૨ ગીતો લોન્ચ થઈ ચુકયા છે અને તે દર્શકોના દિલ જીતી રહ્યા છે. ફિલ્મમાં કુલ ૬ ગીતો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.