Abtak Media Google News

માતા-પુત્ર સહિત ત્રણ સામે નોધાયો ગુનો

પોતાની માતા ઉ૫ર ગઇકાલે કરાયેલા હુમલા અન્વયે ઉભી થયેલી અદાવતમાં શહેરમાં રૈયાન મહમદઉમર શેખ નામના યુવાને તેની માતા સહીત કુલ ત્રણ જણ સાથે મળી છરીના ઘા ઝીંકી મામદ કાસમ સુરંગી (ઉ.વ.૪૦) નામના યુવાનની હત્યા કરી નાખતા સનસનાટી મચી ગઇ છે.

કેમ્પ વિસ્તારમાં ચાકી ફળીયા ખાતે સવારે આ જ વિસ્તારમાં રહેતા મામદ સુરંગી ઉપર છરી વડે હુમલો થયો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર માટે જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જયાં સારવાર દરમ્યાન સાંજે ૬.૨૦ વાગ્યે મામદે દમ તોડી દેતાં આ કિસ્સો હત્યામાં પલ્ટાયો હતો.

પોલીસ સૂત્રોએ આપેલી પ્રાથમીક જાણકારી મુજબ બનાવ બાબતે મરનારના પિતરાઇ ભાઇ આરીફ અલીમામદ સુરંગી દ્વારા રૈયાન મહમદઉમર શેખ, સાજીદ અનવર સમેજા અને રૈયાનની માતા આબેદા ઉમર શેખ સામે ફરીયાદ લખાવી હતી. ભુજ શહેર બી ડીવીઝન પોલીસ મથક ગુનો દાખલ કરીને આરોપીઓની ધરપકડ કરવા સહીતના ચક્રો ગતિમાન કર્યા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

Murder

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.