જામનગરમાં જમીન બાબતે માતા-પુત્ર પર ખૂની હુમલો

જમીન ખાલી કરવાનું કહી શખ્સે લોખંડના સળીયાના ઘા માથામાં ઝીંકતા આધેડની હાલત ગંભીર

જામનગરમાં ખરાવાડ વિસ્તારમાં રહેતા વૃદ્ધ અને પુત્ર પર ઘરની આગળના ભાગે રહેલી જમીન અમારી છે તેમ કહી એક શખ્સે લોખંડના સળીયા વડે માથાના ભાગે ખૂની હુમલો કર્યાની ઘટના પંચકોશી એ-ડીવીઝન પોલીસ મથકમાં ઘટના નોંધાઈ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જામનગરમાં ખરાવાડ વિસ્તારના જુનુગામ પાસે ધુતારપુર પાસે રહેતા મણીબેન હમીરભાઈ રાઠોડ નામના ૭૦ વર્ષના વૃદ્ધ અને તેમના પુત્ર ચકુભાઈ પર પાડોશમાં રહેતા અશોક જેન્તી ચૌહાણે લોખંડના સળીયા વડે ખૂની હુમલો કર્યાની ઘટના પંચકોશી એ-ડીવીઝનમાં ફરિયાદ નોંધાઈ છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ ફરિયાદી મણીબેન રાઠોડના ઘરની આગળ જમીન હોય જ્યાં બાવળના કાંટાની વાળો કરેલો હોય ત્યારે આરોપી અશોક જેન્તી ચૌહાણ જમીન પોતાની હોવાનું કહી વાળો હટાવાનું કહેતા મણીબેને જમીન ખાલી કરવા મામલે ના પાડતા ઉશ્કેરાયેલા અશોકે લોખંડના સળીયા વડે હુમલો કરતા ચકુભાઈ રાઠોડને માથાના ભાગે લોખંડના સળીયા ઝીંકી દેતા અને વૃદ્ધાને પણ સળીયા વડે માર માર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસે મણીબેનની ફરિયાદ પરથી અશોક ચૌહાણ સામે ખૂનની કોશિષનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Loading...