Abtak Media Google News

પાન-માવાના રૂ.૭૦૦ માંગતા ઉશ્કેરાયેલા શખ્સે પાનના ધંધાર્થીને છરી ઝીંકી

શહેરના મોરબી રોડ પર રત્ન સોસાયટીમાં પાનનાં દુકાન ધરાવતા ભરવાડ યુવાન  પર જુના ઝગડાનો ખાર રાખી શખ્સે છરી વડે જીવલેણ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગેની બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પી.આઈ મનોજભાઈ ઔસુરાએ વધુ તપાસ હાથ ધરી છે.

બનાવ અંગે મોરબી રોડ શિવમ પાર્ક શેરી નંબર ૦૨માં રહેતા હેમતભાઈ માધાભાઈ શિયાળ ( ઉ.વ ૨૫ )એ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં  લાલપરી નદીના કાંઠે શિવાજી પાર્કના પિન્ટુ ધીરુભાઈ મકવાણા  સામે તેના નાનાભાઈ મેરુ ભરવાડ પર છરીના જીવલેણ ઘા ઝીકી જાનથી મારી નાંખયાની ધમકી આપી નાશી છૂટીયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી રોડ પર શિવમ પાર્કમાં રહેતો મેરુ માધાભાઈ શિયાળ ( ઉ.વ ૧૯ )એ ગઈકાલે મોરબી રોડ પર પંચરત્ન સોસાયટીમાં કનૈયા ડિલકક્ષ  પાનની દુકાને બેઠો હતો. ત્યારે દોઢ વર્ષે પૂર્વે રૂ. ૭૦૦ની ઉધારીના પૈસા આપવા બાબતેનો ખાર રાખી લાલપરી તળાવ કાંઠે શિવાજી પાર્કમાં રહેતો પિન્ટુ મકવાણા ધસી આવી ઝગડો શરૂ કર્યો હતો. ભારે ઉશ્કેરાટમાં ગાળાગાળી કર્યા બાદ પિન્ટુ મકવાણાએ પોતાના નેફામાંથી છરી કાઢી પાનનાં ધંધાર્થી  મેરુ મકવાણાને ગળાના ભાગે તથા છાતીના ભાગે, પેટના ભાગે ત્રણેક જેટલા છરીના જીવલેણ ઘા ઝીકી નાશી છૂટ્યો હતો. જ્યારે લોહી લુહાણ હાલતમાં પડેલા ભરવાડ યુવકને તેના મિત્ર વિપુલભાઈ, કરશનભાઇએ તાકીદે રીક્ષા મારફતે ગોકુળ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાંથી વધુ સારવાર અર્થે ભરવાડ પરિવારે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

બનાવ અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ એમ.બી.ઔસુરાને જાણ થતા સિવિલ હોસ્પિટલમાં દોડી જઇ યુવકના ભાઈની ફરિયાદ પરથી ગુનો નોંધયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.