વિજયપુરમાં “મુન્નાભાઈ એમબીબીએસ” ઝડપાયો

ધો.૧૦ પાસ શખ્સે દવાખાનું ખોલી નાખ્યું

તાલુકાના વિજયપુરમાં ધો.૧૦ ભણેલો યુવાન તબીબી સેવાના બહાને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવા પકડાઈ ગયો હતો.

જામનગર તાલુકાના વિજયપુર  ગામે એસઓજી પોલીસે દરોડો પાડી જનરલ સ્ટોરની આડમાં નાગરિકોના  આરોગ્ય  સાથે ચેડા કરી દવા કરી રહેલ મુન્નાભાઈને પકડી પાડવામાં આવ્યો છે. માત્ર ધોરણ દસ સુધી જ ભણેલ ડોક્ટરના કબ્જા માંથી એલોપથી દવાનો જથ્થો કબજે કરી પોલીસે મેડીકલ પ્રેકટીશનર એક્ટ મુજબ કાર્યવાહી કરી છે.

જામનગર નજીક વિજયપુર ગામે આવેલ શ્રીજી જનરલ સ્ટોર નામની દુકાન ચલાવતો રાજેશ બચુભાઈ રાણપરિયા નામનો સખ્સ પોતાની દુકાનમાં ક્લિનીક ચલાવી ગ્રામજનોના આરોગ્ય સાથે ચેડા કરતો હોવાની ચોક્કસ હકીકતના આધારે એસઓજી પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં કોઈ પણ ડીગ્રી વગર માત્ર ધોરણ દસ સુધી ભણેલ આ સખ્સ દર્દીઓને તપાસી અલગ અલગ દવાઓ આપતા રંગે હાથ પકડાઈ ગયો હતો. પોલીસે આ શખ્સના કબજામાંથી એક સ્ટેથોસ્કોપ, બીપી માપવાનું મશીન, અલગ અલગ દવાઓ સહીત રૂપિયા ૩૪૫૮નો સામાન મળી આવ્યો હતો. પોલીસે આ સખ્સની અટકાયત કરી પંચકોશી પોલીસ દફતરને હવાલે કર્યો છે. આ શખ્સ સામે મેડીકલ પ્રેકટીશનર્સ એક્ટ મુજબ કાર્યવાહી કરી ફરિયાદ નોંધી છે.

Loading...