Abtak Media Google News

પરમાત્માનંદજી સરસ્વતીજીની વિશેષ ઉપસ્થિતિમાં ડો. વલ્લભભાઈ કથીરિયાના માર્ગદર્શનમાં યોજાશે દિવ્ય કાર્યક્રમ

ભારત સરકારના રાષ્ટ્રીય કામધેનુ આયોગના પ્રથમ અધ્યક્ષ, પ્રખર ગૌવ્રતી ડો. વલ્લભભાઈ કથીરીયા શરૂ થઇ ગયો ’કામધેનુ દિપાવલી અભિયાન’ અંતર્ગત કાઇસ્ટ કોલેજ મેઈન રોડ, હરીવંદના કોલેજની સામે, રાધેકૃષ્ણ મંદિર, મુંજકા ખાતે કાલે સાંજે 700 કલાકે,  પરમાત્માનંદજી સરસ્વતીજીની વિશેષ ઉપસ્થિતિ માં ગોમય દિવડાઓ મુંજકા ગામના દરેક ઘરોમાં પ્રગટાવવામાં આવશે. મુંજકા ગામ સમસ્ત આ ’કામધેનુ દિપાવલી અભિયાન’ માં જોડાશે અને ગૌસેવા, ગૌરક્ષા અંગે પોતાની પ્રતિબધ્ધતા વ્યકત કરશે. આ કાર્યક્રમમાં આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન ડો. વલ્લભભાઈ કથીરિયા,અજીત મહાપત્રજી  અખિલ ભારતીય ગૌ સેવા ગતિવિધી સહપ્રમુખ, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, જયેશભાઈ જાદવ (મુંજકા સરપંચ) વિગેરે ઉપસ્થિત રહેશે. સમગ્ર આયોજન અંગે મુંજકા ગામના સરપંચ જયેશભાઈ જાદવ અને સમગ્ર મુંજકા ગ્રામજનોનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવામાં આવી રહયો છે.

ભારત સરકારના રાષ્ટ્રીય કામધેનુ આયોગના પ્રથમ અધ્યક્ષ,  ડો. વલ્લભભાઈ કથીરીયાએ શરૂ કરેલ ’કામધેનુ દિપાવલી અભિયાન’ ’ગોમય ગણેશ અભિયાન’ ની અપાર સફળતા અને જાહેર જાગૃતિથી પ્રોત્સાહીત થઈ રાષ્ટ્રીય કામધેનુ આયોગે ગોમય દિપકને જનતામાં લોકપ્રિય બનાવવા રાષ્ટ્રીય સ્તરે ’કામધેનુ દિપાવલી અભિયાન’ ની ઉજવણી કરવાનો સંકલ્પ કર્યો છે. રાષ્ટ્રીય કામધેનુ આયોગની સ્થાપના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્રારા યોગ્ય દિશામાં ગૌમાતા, ગૌવંશ, પશુપાલનની સલમતી, સંરક્ષણ, વિકાસ અને ઉત્કર્ષની સુરક્ષા, સંરક્ષણની ખાતરી કરવા માટે કરવામાં આવી હતી ’ગોમય ગણેશ અભિયાન’ ની પરીણામોથી પ્રોત્સાહીત થઈને આ વર્ષે દેશવ્યાપી દિપાવલી ઉત્સવ ’કામધેનુ દિપાવલી અભિયાન’ નામે ઉજવવાનો નિર્ણય કર્યો છે. ભારતના 11 કરોડ પરીવારોમાં આ વર્ષે 33 કરોડ દીવાઓ પ્રગટે તેગો સંકલ્પ કરાયો છે. દીપપર્વ તેમ જ બારેમાસ માટે ગાયના છાણ, પંચગવ્ય આધારીત મીણબતીઓ, ધૂપ, ધૂપ લાકડીઓ, શુભલાભ, સ્વસ્તિક, સમરાની, હાર્ડબોર્ડ, વોલપીશ, પેપરવેટ, હવન સામગ્રી, ભગવાન ગણેશ અને લક્ષ્મીજીની મૂર્તિઓ, સાબુ, શેમ્પુ, ફીનાઈલ, દવાઓ સહિતની 300 થી વધુ સામગ્રીઓનું નિર્માણ શરૂ થયું છે.

આ અંગેની વિશેષ માહિતી માટે ’કામધેનુ દિપાવલી અભિયાન’ ના જયેશભાઈ જાદવ મો.98793 ર8738, મિતલ ખેતાણી મો.98ર4ર ર1999, અમર તલવરકર મો.98984 પ77પ7 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.