Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખામાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા  જ્યોતિબેન વાઘેલાને કાશી વિશ્વનાથ પ્લોટ શેરી નં.૯, ૧૦ અને ૧૧ ના વિસ્તારની સફાઈ કામગીરી સોંપવામાં આવેલ હતી. પરંતુ સફાઈ કામદારની બેદરકારીના લીધે ત્યાં કોઈપણ સફાઈ થયેલ ન હતી.

ઉપરી અધિકારીના રાઉન્ડ દરમ્યાન મજકુર કર્મચારી સોંપેલ વિસ્તારમાં હાજર ન હતા. તેમજ સોંપેલ કામગીરી પણ સુવ્યવસ્થિત થયેલ ન હતી, તેથી સફાઈ કામદાર જ્યોતિબેન વાઘેલાને ફરજ પરથી સસ્પેન્ડ કરવામાં આવેલ છે.

આ સફાઈ કર્મચારીઓ તેમના ઉપરી અધિકારીની કોઇપણ જાતની લેખિત કે મૌખિક પૂર્વમંજુરી લીધા વગર તેમની ફરજ પરથી ગેરહાજર રહેલ છે, જેના કારણે સફાઇની કામગીરીમાં વિક્ષેપ પડેલ છે.

મજકુર પોતાની ફરજ પર હાજર ન હતા. આમ, બિનઅઘીકૃત રીતે ફરજ ૫ર ગેરહાજર રહેવાની ટેવ ધરાવે છે તેવુ સ્પાષ્ટઆ ફલીત થાય છે. જાહેર આરોગ્યલક્ષી આવશ્યક સેવાઓમા મજકુરની આવી ફરજ પ્રત્યેની બેદરકારી, નિષ્કાળજી, તેમજ દુર્લક્ષતા કોઇપણ સંજોગોમા ચલાવી શકાય તેમ ન હોય, તેમજ મજકુરની લાંબી ગેરહાજરી થી સંસ્થાના સરળ વહિવટમા વિક્ષેપ થતો હોય, તેઓને સોંપેલ સફાઇની કામગીરીમાંથી છુટા કરવાનો કમિશનર  બંછાનિધિ પાનીએ હુકમ કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.