Abtak Media Google News

એસ્ટેટ વિભાગની ટીમે ૧૫ જેટલા ખાનગી ટયુશન કલાસીસમાં ચેકિંગ કર્યું: બે કલાસીસ ચાલુ નીકળતા તુરંત બંધ કરાવાયા

સરકાર દ્વારા કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા માટે તમામ સ્કુલ, કોલેજો અને કલાસીસો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. તે અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા પુષ્કરધામ રોડ, યુનિ. રોડ અને કાલાવડ રોડ પર ૧૫ જેટલા ક્લાસીસમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું, જે પૈકી બે ક્લાસીસ ચાલુ હતા જે બંધ કરાવવામાં આવ્યા હતા. જ્યારે અન્ય ક્લાસીસમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવેલ છે, તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગવાલે  આ અંગે વધુ વિગત આપતા જણાવેલ હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોરોના વાયરસને ફેલાતા અટકાવવા સધન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

2.Tuesday 2 1

જેમાં કર્મયોગી એકેડેમી, કાલાવડ રોડ  ક્લાસીસ અને ૨. સ્પીડ કોમ્પ્યુટર, કે.કે.વી. ચોક   ક્લાસીસ ચાલુ હતા, જે બંધ કરાવેલ છે. તે સિવાય અન્ય કલાસિસ આઈ.સી.ઈ., એસ્ટ્રોન ચોક, રેડીયન્ટ ઈન્સ્ટીટ્યુટ,એલન કેરીયર, ક્રિસ્ટલ મોલ પાછળ, ન્યુ ગુરુકુલ, કાલાવડ રોડ, લીબર્ટી કેરીયર એકેડેમી, કાલાવડ રોડ,  કામાનીયા ક્લાસીસ, કાલાવડ રોડ, ઈન્ફીનીટી એકેડેમી, કે.કે.વી. સર્કલ, ફેનોલ ઈન્સ્ટીટ્યુટ, જ્યોતિનગર મે. રોડ, વિનાયક એજ્યુકેશન, પુષ્કરધામ મે. રોડ,  ટી.ટી.સી. એકેડેમી, પુષ્કરધામ મે. રોડ, વિનાયક એજ્યુકેશન, યુનિ. રોડ, વિઝન એજ્યુકેશન, યુનિ. રોડ તથા એટોમ, યુનિ. રોડ  બંધ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.