Abtak Media Google News

બંદોબસ્તની કરોડોની ઉઘરાણી કરવામાં પોલીસ લાચાર: નિયમનું પાલન કરાવવામાં તંત્ર નિષ્ફળ: કડક કાર્યવાહી કરવાની વાતોનું સુરસુરીયુ

ઈન્ડિયન પ્રિમિયર લિગ એટલે બુકીઓને કાળી કમાણી કરાવી દેવાની સિઝન ગણવામાં આવી રહી છે. આઇપીએલમાં કરોડોનો સટ્ટો રમાડવામાં આવી રહ્યો છે. તે વાત જગજાહેર છે. સટ્ટામાં આડકતરી રીતે ક્રિકેટ એસોસિએશનની ભૂમિકા પણ ખરડાયેલી રહે તેવી હોવાની ચર્ચા વચ્ચે ક્રિકેટ એસોસિએશન સુરક્ષાનું ચુકવણું કરવાનું એનકેન પ્રકારે ટાળે છે અને પોલીસ તંત્ર પણ ક્રિકેટ એસોસિએશન સામે કડક કાર્યવાહી કરવાની જાહેરાત કર્યા બાદ લાચાર બની ક્રિકેટ એસોસિએશન સામે લાજ તાણી બેસી રહે છે.

રાજકોટના ખંઢેરી સ્ટેડીયમ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને ગુજરાત લાયનની ટીમના માલિક કેશવ બંસલને કરોડો ‚પિયા લઇ ભાડે આપી દીધું છે. ખંઢેરી સ્ટેડીયમ ભાડે આપતી વખતે ક્રિકેટરની સુરક્ષા અને સ્ટેડીયમ ખાતે ટ્રાફિક નિયમ તેમજ કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ બંદોબસ્ત અતિ આવશ્યક છે અને તેનું પેમેન્ટ ગુજરાત લાયન ટીમના માલિક કેશવ બંસલ ચુકવશે કે ખંઢેરી સ્ટેડીયમનું ભાડુ વસુલ કરતુ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ચુકવશે તે અંગેની કોઇ સ્પષ્ટતા ન હોવાથી પોલીસ અવઢવમાં મુકાઇ ગઇ છે.

ખંઢેરી સ્ટેડીયમ ખાતે પોલીસ બંદોબસ્ત સુરક્ષાની દ્રષ્ટીએ અતિ જ‚રી છે. પણ પોલીસ બંદોબસ્તનું પેમેન્ટ કોણ ચુકવે? તેવો સવાલ થઇ ગયો છે. ખંઢેરી સ્ટેડીયમ ખાતે અત્યાર સુધીમાં રમાયેલા અગાઉના મેચ દરમિયાન ફાળવવામાં આવેલા પોલીસ બંદોબસ્તના ‚ા.૩ કરોડથી વધુ રકમ બાકી છે. તે રકમની ઉઘરાણી કરવામાં પોલીસ તંત્ર નિષ્ફળ રહ્યું છે. ત્યાં આઇપીએલ-૧૦ સિઝનની પાંચ મેચ ખંઢેરી સ્ટેડીયમ ખાતે રમાવવાની છે અને તે પૈકીની એક મેચ રમાઇ ગઇ છે. અગાઉનું પેમેન્ટ અને ચાલુ સિઝનનું પેમેન્ટ કોની પાસેથી વસુલ કરવું તે અંગે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ કંઇ સ્પષ્ટ નથી ત્યારે આ વર્ષનું પોલીસ બંદોબસ્તનું બીલ વસુલ કરવામાં પોલીસ અધિકારીઓ લાચાર બન્યા છે.

રાજકીય વગ ધરાવતા ક્રિકેટ એસોસિએશન અને ટીમ માલિકો સામે રીતસર પોલીસ અધિકારીઓ ‘ઘુમટો’ તાણી બેસી ગયા છે. ખંઢેરી સ્ટેડીયમની જ વાત કરીએ તો સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના હોદેદારો પોલીસ પાસે પોતાની મનમાની કરાવી રહ્યા છે. પોલીસ બંદોબસ્તની માગણી કરનાર પાસેથી જ બંદોબસ્તનું બીલ વસુલ કરવું જોઇએ તેમ છતાં પોલીસ બંદોબસ્તનું બીલ ચુકવવામાં આવતું નથી અને પોલીસ અધિકારીઓ પણ બીલ વસુલ કરવાનું ટાળી રહ્યા છે. બંદોબસ્તનું બીલ વસુલ કરવામાં આવશે તેવી જાહેરાત કર્યા બાદ પોલીસ અધિકારીઓ પાણીમાં બેસી જતા હોય છે. અનેક વિવાદથી ખરડાયેલા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન પાસેથી પોલીસના ‚ા.૩ કરોડ કંઇ રીતે વસુલ કરવા તે માટે પોલીસ પાસે પણ કોઇ માર્ગ ન હોવાથી પોલીસ બંદોબસ્ત મફતમાં મળી રહ્યો છે. અને બુકી સાથેની સાંઠગાંઠ ધરાવતા કેટલાક ક્રિકેટ એસોસિશન સટ્ટાની કરોડોની કાળી કમાણી કરી બંદોબસ્તનું બીલ ન ચુકવી પોલીસ અધિકારીઓને ઢેગો બતાવી રહ્યા છે. બુકીઓને નાથવામાં નિષ્ફળ પોલીસ પોતાના બંદોબસ્તના નાણા વસુલ કરવામાં પણ નિષ્ફળ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.