Abtak Media Google News

ગુજરાત સરકાર દ્વારા લોકડાઉન-૩ દરમ્યાન જીલ્લા વાઈઝ જાહેર કરેલ ગ્રીનઝોન, ઓરેન્જ ઝોન અને રેડ ઝોન મુજબ જીલ્લા કક્ષાએ સક્ષમ ઓથોરીટીની મંજુરી મેળવી અન્ય જીલ્લામાં જવાની પરવાનગી આપવામાં આવેલ છે જે સબબ રાજકોટ શહેરમાં અન્ય વિસ્તારોમાંથી આવતા વ્યક્તિઓની માહિતી એકત્રિત કરવા માટે રાજકોટ શહેરની અલગ-અલગ ચેકપોસ્ટ ખાતે રાજકોટ મહાનગરપાલિકાનાં કર્મચારીઓને કામગીરી સુપ્રત કરવામાં આવેલ પરંતુ જુદી જુદી શાખાના કુલ પાંચ કર્મચારીઓ ફરજ પર હાજર નહી થતા મ્યુનિ. કમિશનર  ઉદિત અગ્રવાલે તેઓને કારણદર્શક નોટીસ પાઠવી ખુલાસો માંગેલ છે. જે પાંચ કર્મચારીઓને શો-કોઝ નોટીસ આપવામાં આવેલ છે તેમાં (૧) હરેશ શામજીભાઈ રાઠોડ, જુનીયર ક્લાર્ક, ડ્રેનેજ શાખા, (૨)  નીલરત્ન સી. પંડ્યા, સિનીયર ક્લાર્ક, વેરા વસુલાત શાખા, (૩)  ધવલ આઈ. રાણા, આસી.એન્જીનીયર (સીવીલ), ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ સેલ (૪)   અશ્વિન આર. શાહ, જુનિયર ક્લાર્ક, સો.વે.મે. શાખા અને (૫)  અલેપખાન એચ. મલેક, જુનિયર ક્લાર્ક, સો.વે.મે. શાખા નો સમાવેશ થાય છે. ઉપરોક્ત કર્મચારીઓને આજીડેમ ચોકડી અને સાત હનુમાન, કુવાડવા રોડ સ્થિત ચેક પોસ્ટ ખાતે ફરજો સુપ્રત કરવામાં આવેલ પરંતુ તેઓ ફરજ પર હાજર નહી થતા મ્યુનિ. કમિશનરએ તેઓને કારણદર્શક નોટીસ આપી ખુલાસો પૂછેલ છે. નોટીસમાં જણાવાયું છે કે, ઉક્ત બાબત લોકોના આરોગ્ય લક્ષી હોય અને આપના દ્વારા આ અંગેની તમોને કોઈ ગંભીરતા ન હોય ફરજ પ્રત્યેની શીથીલતા, બેદરકારી, નિષ્કાળજી અને ઉદાસીનતા સબબ તમારા વિરૂદ્ધ ધી જી.પી.એમ.સી.એક્ટ-૧૯૪૯ ની કલમ-૫૬(૨) હેઠળ શિસ્ત વિષયક કાર્યવાહી શા માટે હાથ ન ધરવી ? તે અંગે તમોને આ કારણદર્શક નોટીસ આપવામાં આવે છે, જેનો લેખિત જવાબ દિન-૩(ત્રણ)માં રજુ  કરશો. જો તમારા દ્વારા નિયત સમયમર્યાદામા જવાબ રજુ કરવામાં આવશે નહી તો તમો આ અંગે કશું કહેવા માંગતા નથી તેમ માનીને આગળની નિયમાનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.