Abtak Media Google News

રાજકોટને સ્માર્ટ સિટી બનાવવાનાં સ્વપ્નદ્રષ્ટા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીનો આજે જન્મદિવસ છે. તા.૧૫/૭/૧૯૭૬નાં રોજ જન્મેલા બંછાનિધી પાની આજે પોતાની યશસ્વી અને સફળ કારકિર્દીનાં ૪૩ વર્ષ પૂર્ણ કરી ૪૪માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યાં છે. સવારથી તેઓનાં મોબાઈલ પર અને રૂબરૂ શુભેચ્છાઓનો અનરાધાર વરસાદ થઈ રહ્યો છે.

તેઓ ૨૦૦૪ની આઈ.એ.એસ. કેડરનાં ઓફિસર છે. તેઓ ૨૦૦૪ની બેન્ચનાં આઈપીએસ અધિકારી પણ છે. તેઓનું પ્રથમ પોસ્ટીંગ ગુજરાતમાં પંચાયત અને રૂરલ ડેવલોપમેન્ટ વિભાગ અને રેવન્યુ વિભાગ અને અર્બન ડેવલોપમેન્ટ વિભાગમાં થયું હતું. ૨૦૧૨-૧૩માં રાજય સરકાર દ્વારા બેસ્ટ ડિસ્ટ્રીકટ ડેવલોપમેન્ટ ઓફિસરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો જયારે વર્ષ ૨૦૧૪-૧૫માં સાબરકાંઠાનાં કલેકટર તરીકે તેઓએ કરેલી કામગીરીની નોંધ લઈ બેસ્ટ કલેકટરનો એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. તેઓ અલગ-અલગ નેશનલ લેવલનાં એવોર્ડ પણ જીતી ચુકયા છે. હુડકો દ્વારા તેઓને ૨૦૧૬માં બેસ્ટ ડિઝાઈન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તા.૨૭/૯/૨૦૧૬થી તેઓ રાજકોટમાં મ્યુનિસિપલ કમિશનર તરીકેની ફરજ અદા કરી રહ્યા છે. રાજકોટને સ્માર્ટ સિટી બનાવવા માટે તેઓએ અથાગ પ્રયાસો કર્યા છે જેનાં ફળસ્વરૂપ કેન્દ્ર સરકાર દ્વારા દેશનાં જે ૧૦૦ શહેરોને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવામાં આવનાર છે તેમાં પણ રાજકોટની પસંદગી કરવામાં આવી છે. રાજકોટને દેશનું નંબર વન શહેર બનાવવા માટે તેઓએ એડીચોટીનું જોર લગાવ્યું છે. સ્વચ્છતા સર્વેક્ષણ-૨૦૧૯માં સ્વચ્છતામાં રાજકોટનો નવમો ક્રમાંક આવ્યો હતો. આગામી સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૦માં રાજકોટને નંબર વન સ્વચ્છ શહેર બનાવવા માટે તેઓએ અત્યારથી જ પ્રયત્ન કરી લીધા છે. રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તરીકે તેઓનાં કાર્યકાળમાં અત્યારસુધી રાજકોટને સ્માર્ટ ઘર-૩, લાર્જેસ્ટ હાઉસીંગ કલીનીંગ લેશન, રાજકોટ આઈવે પ્રોજેકટ, અમેજીંગ ટેકનોલોજી સહિતનાં વિવિધ પ્રોજેકટોમાં એવોર્ડ પ્રાપ્ત થયા છે.

રાજકોટને પાણીની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે તેઓ હાલ શહેરભરમાં એકસપ્રેસ ફિડર લાઈન બિછાવવાની કામગીરી પર જોર આપી રહ્યાં છે. મહાત્મા ગાંધી મ્યુઝિયમ બનાવી તેઓએ દેશભરમાં રાજકોટની એક અલાયદી ઓળખ ઉભી કરી છે. આજે જન્મદિવસ નિમિતે તેઓનાં મોબાઈલ નં.૯૭૧૪૫ ૦૩૭૦૧ પર અનરાધાર શુભેચ્છાવર્ષા થઈ રહી છે. તેઓ જીવનમાં સફળતાનાં શિખરો હાંસલ કરે તેવી શુભકામના અબતક પરિવાર પાઠવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.