Abtak Media Google News

ગુજરાત રાજ્યમાં ૧૬ જુલાઈથી પ્રારંભ થયેલ આરોગ્યલક્ષી કાર્યક્રમ ઓરી અને રૂબેલા રસીકરણ અભિયાન નું રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં તાલીમબધ્ધ સ્ટાફ દ્વારા ૮૦૦ થી વધારે શાળાઓમાં ૯ માસ થી ૧૫ વર્ષના બાળકોને ઓરી અને રૂબેલા રસીકરણ અભિયાન સઘન રીતે ચાલી રહ્યું છે. જેમાં આજ રોજ એસ.એન.કે સ્કૂલમાં મ્યુ.કમિશનર બંછાનિધિ પાનીએ પોતાની પુત્રી ને શાળામાં ઓરી અને રૂબેલા રસીકરણ કરાવી.

આ અભિયાન વિશ્વસનીયતા અને સલામત અંગે આ અભિયાનને ટેકો આપેલ છે. આ અંગે મ્યુનીસીપલ કમિશનરે રાજકોટવાસીઓને ૯ માસ થી ૧૫ વર્ષના તેમના વ્હાલસોયાને ઓરી અને રૂબેલા રસીકરણ કરાવવા અપીલ કરેલ હતી. રાજકોટ શહેરને ઓરી અને રૂબેલા મુક્ત કરવા જાહેર જનતાને સહકાર આપવા મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.