વોર્ડ નં -૫માં મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલની ફિલ્ડ વિઝીટ

107

ડ્રેનેજ, સ્ટોર્મ વોટર, સફાઈ કામગીરી અંગે અધિકારીઓને સુચના

રાજકોટ મહાનગરપાલિકાના કમિશ્નરશ્રી ઉદિત અગ્રવાલે આજે વોર્ડ નં. ૫ માં આવેલ બેડીપરા અને નદી કાંઠાના વિસ્તારોમાં રૂબરૂ મુલાકાત કરી હતી, મુલાકાત દરમ્યાન ડ્રેનેજ, સ્ટોર્મ વોટર, સફાઈ કામગીરી અંગે અધિકારીઓને સુચના આપવામાં આવી હતી અને જરૂરી કામગીરી શરુ કરવામાં આવેલ હતી.

આજ રોજ કમિશ્નરશ્રીએ વોર્ડ નં. ૫ ના વિવિધ વિસ્તારો જેવા કે બેડીપરા, નદી કાંઠાના વિસ્તાર, વ્હોરા સોસાયટી, સૈફી કોલોની જેવા જુદાજુદા વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમ્યાન ઙૠટઈક દ્વારા થયેલ ખોદાણનું રીપેરીંગ કામ કરવા, વરસાદી પાણીને કારણે ચોકઅપ થયેલ ડ્રેનેજની સફાઈ કરાવવી, અવારનવાર ચોકઅપ થતી ડ્રેનેજ નો સર્વે કરાવીજરૂરી કામગીરી હાથ ધરાવી. નદી કાંઠાના રોડના વરસાદી પાણીના નિકાલ માટે દિવાલ પાસે પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરાવવી, સૈફી કોલોનીની બે શેરીમાં ડામર રીકાર્પેટ ર૦૧૯-ર૦ એક્શન પ્લાનમાં કરાવવા અંગે સુચના આપવામાં આવી હતી, તેમજ જરૂરિયાત મુજબ કચરા ટોપલી મુકવા અંગે સુચના આપેલ, ઢોરના લીધે ગંદકી થતી જોવા મળતા જરૂરી જણાય તેવા સ્થળે કેટલટ્રેપ કરવા તથા ગટર મારફતે ગંદકીનો નિકાલ થાય તેવી વ્યવસ્થા કરાવવા અંગેની સુચના આપવામાં આવી હતી. મ્યુનિ. કમિશનરશ્રી દ્વારા રાજકોટ શહેરની ગલીએ ગલીએ રૂબરૂ જઈને જરૂરિયાત મુજબની કામગીરીની તાત્કાલિક થાય તેનું રૂબરૂ પરીક્ષણ કરી વધુને વધુ સ્વચ્છતા અને જાહેર જનતાને કોઈ પણ મુસ્કેલીનો સામનો ન કરવો પડે તેવા ઉદેશ્યથી અધિકારીઓને સુચના આપવામાં આવી હતી.

Loading...