Abtak Media Google News

રાજસ્થાનની ચૂંટણીના પ્રચાર-પ્રસાર માટે ગયેલા કચ્છના મુંદરા તાલુકા ભાજપના બે આગેવાનો વચ્ચે બાડમેરમાં હોટલની અંદર બનેલી એક ઘટનાનો વીડિયો વાયરલ થતાં શિસ્ત પક્ષ ભાજપની આબરૂને ધક્કો લાગ્યો છે.

જે વીડિયો વાયરલ થયો છે તેમાં મુંદરા ભાજપ પ્રમુખ વાલજીભાઇ ટાપરિયા અને મુંદરા તા.પં.ના ઉપપ્રમુખ અને ઝરપરાની બેઠક પરથી જીતેલા ખેંગારભાઇ ગિલવા બાડમેરની હોટેલમાં છૂટા હાથની મારામારી કરતા જોવા મળે છે.બંને નેતાઓ નશામાં હોવાનું અને જીભાજોડી બાદ મારામારી થઇ હોવાનું લોકોએ જણાવ્યું હતુ.

દરમ્યાન આ બનાવના અનુસંધાને મુંદરા તાલુકા ભાજપ પ્રમુખ અને તા.પં.ના ઉપપ્રમુખે સંયુક્ત રીતે ઘટનાની સ્પષ્ટતા કરતો વીડિયો સોશિયલ મીડિયામાં મૂક્યો છે.

તેમણે જણાવ્યું કે, હિસાબના મુદ્દે અમારી વચ્ચે ચર્ચા થઇ હતી, ઝઘડાનો કોઇ મુદ્દો જ ન હતો. તૂં ચૂપ થઇ જા થી બોલાચાલી શરૂ થઇ હતી, પણ ઘટનાને જે રીતે ચગાવવામાં આવી છે તેવું કાંઇ બન્યું નથી. જ્યારે ખેંગાર ગિલવાનું કહેવું છે કે બનાવ રાત્રિના ૧૦ વાગ્યાની આસપાસ બન્યો હતો. અમે રૂમમાં હતા, તેમ અમારા વચ્ચે ખટરાગ નથી અને ત્યાંના સ્થાનિક લોકો સાથે બનાવ બન્યો નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.