Abtak Media Google News

૯૩૯૬ બોટલ  દારૂ ટ્રક મળી રૂ. ૬૪.૫૬ લાખનો મુદામાલ કબ્જે: છ શખ્સની શોધખોળ

કચ્છમાં દારૂ જુગારની બદી ડામવા બોર્ડર રેન્જના આઈ.જી.એ. આપેલી સુચનાને પગલે મુંદ્રાના પ્રાગપર નજીકથી ટ્રેલરમાંથી રૂ. ૩૭.૫૮ લાખની કિમંતના ભારતીય બનાવટના દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે.

પોલીસમાંથી વિગત કચ્છમાં  દારૂ ઘુસાડવાની બોર્ડર રેન્જના આઈ.જી. ડી.બી. વાઘેલાને મળેલી માહિતીના આધારે સ્ટાફને સઘન ચેકીંગ અને પેટ્રોલીંગ કરવા આપેલી સૂચનાને પગલે આર.આર. સેલનો સ્ટાફ મુંદ્રાના પ્રાગપર ૩ રસ્તા પાસે વાહન ચેકીંગ દરમિયાન એચ.આર. ૪૬ ડી ૮૨૦૬ નંબરનાં ટ્રેલરને અટકાવી તલાશી લેતા રૂ.૩૭.૫૮ લાખની કિંમતનો ૯૩૯૬ બોટલ દારૂ અને ટ્રેઈલર મળી રૂ.૬૪.૫૬ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.

પોલીસે હરિયાણાના અમિત જાટ, દિનેશ સતવીર જાટ અને લીંબડીના હરપાલસિંહ બચુભા ઝાલાની ધરપકડ કરી પ્રાથમિક પૂછપરછમાં આ દારૂનો જથ્થો ભરત મોહન ભાનુશાળી, જીગર કેશવલાલ ઠકકર, ચંદન ગોપાલ ગુપ્તા, જયદેવસિંહ બચુભા ઝાલા, વિજય અજીતસિંહ જાડેજા અને રાજ કિશોર રામકુમાર નામ ખૂલતા તેને ઝડપી લેવા દોડધામ આદરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.