Abtak Media Google News

સદનસીબે જાનહાની ટળી: ટ્રેલર ચાલક સામે ગુન્હો નોંધાયો

એક તરફ, જિલ્લામાં ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી થઈ રહી છે. બીજી તરફ, જિલ્લામાં ટ્રક-ટ્રેલર જેવા ભારેખમ વાહનો હંકારતા ડ્રાઈવરો પોલીસની બીક વગર દારૂ ઢીંચીને બેફામ વાહન હંકારી રહ્યા છે. આવા જ એક દારૂડીયા ટ્રેલરચાલકે મુંદરામાં અચાનક રોંગસાઈડમાં ધસી જઈને એસટીની મીની બસને અડફેટમાં લેતાં બેઘડી માટે સૌના જીવ અધ્ધર થઈ ગયાં હતા.


Img 20190209 Wa0077

સદભાગ્યે બસની ખાલી સાઈડ હોઈ કોઈને ઈજા થઈ નહોતી. અકસ્માતમાં બસના મેઈન કાચ અને દરવાજા-બારીના કાચ તેમજ દરવાજાના બે એન્ગલ તૂટી ગયા હતા અને પતરું વળી ગયું હતું. આજે સવારે મુંદરાથી ભુજ આવવા નીકળેલી ભુજ-મુંદરા રૂટની મીની બસને પોણા દસ વાગ્યાના અરસામાં નાના અને મોટા કપાયા વચ્ચે ઢોકલારામના ભંગારવાડા પાસે ૠઉં-૧૨ ઇઝ ૭૬૪૬ નંબરના ટ્રેલરચાલકે ટક્કર મારી હતી. મુંદરા તરફ આવી રહેલાં નશામાં ધૂત ટ્રેલરચાલકે એકાએક ટ્રેલરને રોંગસાઈડમાં લઈ જઈને બસ સાથે અથડાવી દીધુ હતું.

Img 20190209 Wa0078

બાદમાં ટ્રેલર પલટી ખાઈ ગયુ હતું. એસટી બસ ડ્રાઈવર પ્રતિપાલસિંહ નાથુભા જાડેજાએ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું કે, બલવીરસિંહ પુનમસિંહ નામનો રાજસ્થાનનો ટ્રેલર ડ્રાઈવર નશામાં ધૂત હતો. તોતડાતી જીભે તેણે પોતાનું નામ જણાવ્યું હતું. પોલીસે ટ્રેલરચાલક વિરુધ્ધ આઈપીસી ૨૭૯, ૪૨૭ તેમજ મોટર વેહિકલ એક્ટની કલમ ૧૭૭,૧૮૪,૧૮૫ હેઠળ ટ્રેલરચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.