Abtak Media Google News

ઉઠેલી આંગડીયા પેઢીમાં અનેક વેપારીઓના કરોડો રૂપિયાના હીરા, ઝવેરાત ફસાયાની ચાલી રહેલી ચર્ચાઓ

આંગડીયા જે વર્ષો થી લોકોના પૈસા તેમજ કિંમતી વસ્તુઓને એક થી બીજી જગ્યાએ હેર ફેર કરવાનું વિશ્ર્વસનીય માઘ્યમ રહ્યું છે. સુરત હિરા ઉઘોગ પોતાનું રોમટીરીયલ મુંબઇ તેમજ બીજા શહેરોમાં મોકલવા માટે આંગણીયાનું  મુખ્ય માઘ્યમ રહ્યું છે.  આંગણીયાના માઘ્યમથી ભારતમાં રોજ કરોડો રૂપિયાનો વ્યવહાર થાય છે. ત્યારે મુંબઇ સ્થીત ભારત ડાયમંડ બુર્સમાં એક આંગણીયા પૈઢી ઉઠી જતાં સમગ્ર બી.ડી.બી. માં હાલ ચિંતાનો માહોલ થયો હતો.

મુંબઇ ખાતે આવેલી ભારત ડાયમંડ બુર્સએ મુંબઇનું સૌથી મોટું હિરા ઉઘોગ સાથે સંકળાયેલું ગ્રુપ છે. જયાંથી રોજના કરોડો રૂપિયાના હિરા વ્યવસાયના કામો થતાં હોય છે. તે તમામ કાલે આંગડીય પેઢી મારફતે થતાં હોય છે ત્યારે ભારત ડાયમંડ બુર્સ સાથે સંકળાયેલા એક મોટી આંગડીયા પેઢી આર્થિક ભીંસના કારણે ઉઠી જતાં સમગ્ર ભારત ડાયમંડ બુર્સમાં ચિંતા ફરી વળી હતી. તેમજ આંગઢીયા પેઢીમાં કરોડો રૂપિયા ના હીરા ઝવેરાત ફસાયા હોવાનું ચર્ચા ચાલી રહી છે.

રોમટીરીયલ હીરાઓની હેરફેર માટે આંગળીયા એ સૌથી મહત્વની ભૂમિકા ધરાવતું હોય મુખ્ય પાસું છે. કોરાના વાયરસની મહામારીમાં જે આર્થિક મંદિર સર્જાણી છે તેનાથી મુંબઇની એક મોટી આંગડીયા પેઢી બુધવાર રાતે ઉઠીગઇ હતી આંગડીયા પેઢીઓ કોઇપણ કિંમતી વસ્તુને કે પૈસાની હેરફેર કરવા માટે મહત્વનું યોગદાન ધરાવતું હોય છે. સુરત અને મુંબઇ બન્ને હીરા પોલીસીંગના ઉઘોગના હબ છે. ત્યારે સુરતમાં હીરાઓને પોલીસ કરવા માટે રોમટીરીયલ મુંબઇથી આંગણીયા મારફતે જ આવતું હોય છે. આંગણીયા એ હીરાની રોમટીરીયલ લાવવા માટે તેમજ તૈયાર થયેલી પ્રોડકસને પાછી મુંબઇ મોકલવા માટે ઉપયોગમાં લેવાય છે. આંગડીયા આ મઘ્યસ્થીનું કાર્ય કરવા માટે સાવ નહિંવત ચાર્જ  લેતી હોય ત્યારે સુરત અને મુંબઇના હીરા ઉઘોગ માટે આંગડીયા મહત્યની કડી છે. હીરાના રોમટીરીયલ કિંમતી હોય છે. પરંતુ તેની સાઇઝ નાની હોય છે. જેથી તેમની હેરફેર સહેલી હોય છે. મુંબઇની જે આંગડીયા પેઢી ઉઠી ગઇ છે તેનું કારણ કોરોનાને કારણે આવેલી આર્થિક મંદિ હોવાનું અનુમાન લાગી રહ્યું છે. ભારત ડાયમંડ બુર્સના પ્રેસિડેન્ટ અનુપ મહેતાએ જણાવ્યું હતું કે બી.ડી.બીફ. ના તમામ સભયો હીરાને માટે તેમજ તેને લગતા કાગજાત ને પરિવહન માટે ફકત ઉપયોગમાં લેવામાં આવે છે.

બજારની એક અનુમાન પ્રમાણે પેઢી ઉડી જવાથી કરોડો રૂપિયાના વ્યવહારો થંભી જશે મુંબઇ અને સુરત વચ્ચે થતાં રોમટીરીયલનું પરિવહન ટ્રેન મારફતે કરવામાં આવતું હોય છે જે રોજનું કરોડો રૂપિયાનું ડાયમંડ ઉઘોગના સાથે સાથે આંગણીયા મારફતે જમીન-મકાનના વ્યવસાય સાથે સંકળાયેલા પણ કરોડો રૂપિયાના વ્યવહાર માટે આંગડીયાને ઉપયોગ કરતી આવ્યું છે. આંગણીયા કંપનીઓનું મુંબઇમાં આવેલ ‘ડબાવાળા’ ના નેટવર્ક જેવું જ નેટવર્ક ધરાવે છે.

ભારત વર્ષ દરમિયાન ર૧ મીલીયન ડોલર રૂપિયાના પોલીસ હિરાઓનું નીકાસ કરે છે. હાલ આંગણીયાની ઘણી કંપનીઓ આર્થિક મંદી સામે જજુમી રહી છે. તેવું હીરા ઉઘોગકારોનું માનવું છે. મુંબઇમાં આવેલી આંગડીયા પેઢી ઉઠી જવા પાછળ પણ કયાંકને ત્યાંક આર્થિક મંદિ હોવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહું છે. કરોડો રૂપિયાની રોમટીરીયલ નું પરિવહન કરતી આંગણીયા પેઢીનું તેમનું મહેનતાણુ ઓછું  મળતું હોય છે જયારે તેમની સામે તેમને જોખમ પણ મોટું હોય છે. મુંબઇમાંથી આંગણીયા પેઢી ઉઠી જવાથી ભારત ડાયમંડ બુર્સ મૉ સાથે સંકળાયેલા અનેક હિરાના વેપારીઓમાં ચિંતા જોવા મળી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.