Abtak Media Google News

સર્વપક્ષીય બેઠકમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દ્વારા લોકડાઉનની સખત અમલવારી અને લંબાવવા મુદ્દે અપાયા સંકેતો

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં જંગી વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને વધુ ગીચતા ધરાવતા મુંબઈ શહેરમાં કોરોના બોમ્બ ફાટ્યો હોય તેવો ઘાટ ઘડાયો છે. મુંબઈ અને પુનામાં મહારાષ્ટ્રના કુલ ૯૦ ટકા કેસ નોંધાયા છે. પરિણામે ચાલુ મહિનાના અંત સુધીમાં મુંબઈમાં સજ્જડ લોકડાઉનની અમલવારી કરવામાં આવે તેવા સંકેતો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દ્વારા અપાયા છે.

તાજેતરમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દ્વારા તમામ પક્ષોના સભ્યોને સંબોધીત કરવામાં આવ્યા હતા. આ વીડિયો કોન્ફરન્સ દરમિયાન રેડ ઝોન ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે. તેવી હિમાયત થઈ હતી. મહારાષ્ટ્રમાં વિરોધ પક્ષના નેતા ભાજપના પ્રવિણ દરેકર, અઘાડી લીડર પ્રકાશ આંબેડકર સહિતનાએ દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે લોકડાઉન લંબાવવા માંગે છે. આ બેઠકમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ એસઆરપીએફના સૈનિકોને ક્ધટેઈમેન્ટ વિસ્તારોમાં તૈનાત કરવાની વાત પણ કરી હતી.

આ મામલે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે, મુંબઈની સ્થિતિ બગડી રહી છે. મુંબઈમાં શરાબની દુકાનો ખોલવાનો નિર્ણય સારો નહોતો.  ઔદ્યોગીક એકમોને પેકેજ જાહેર કરવાની માંગણી પણ કરી હતી. વર્તમાન સમયે અર્થતંત્રએ ફરીથી કેવી રીતે બેઠુ કરવું તે મુદ્દે પણ ચર્ચા થવી જોઈએ તે મામલે પણ હિમાયત દેવેન્દ્ર ફડણવીસે કરી હતી.

વર્તમાન સમયે મહારાષ્ટ્ર સરકાર દ્વારા લેવાયેલા પગલા અને નિર્ણયો પરથી ફલીત થાય છે કે, અમદાવાદની જેમ મુંબઈમાં પણ સજ્જડ લોકડાઉનની અમલવારી કરાવવામાં આવશે. લોકડાઉન મે ના અંત સુધી લંબાશે. હાલ મુંબઈમાં સતત વધી રહેલા કેસના પગલે લોકોની અવર-જવર પર પ્રતિબંધના પ્રયાસ થશે. લોકડાઉનની શખત અમલવારી કરાવતા પહેલા કેટલાક મુદ્દાને ધ્યાને લેવા પડશે. અમદાવાદની જેમ લોકોના ટોળેટોળા બજારમાં ઉભરાય નહીં તે પણ સુનિશ્ર્ચિત કરવું પડશે. હાલ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે મળેલી બેઠક પરથી મુંબઈમાં સજ્જડ લોકડાઉન રહે તેવી ધારણા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.