મુંબઈ ૨૬૨ રનમાં ઓલઆઉટ: સૌરાષ્ટ્ર ૧૬૨/૪

મુંબઈની ટીમ આજે પોતાના સ્કોરમાં માત્ર ૧૨ રનનો જ ઉમેરો કરી શકી: ધર્મેન્દ્રસિંહ જાડેજાની ૫ વિકેટ

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના ખંઢેરી સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી મુંબઈ અને સૌરાષ્ટ્ર વચ્ચેની રણજી ટ્રોફિના મેચમાં આજે બીજા દિવસે મુંબઈની ટીમ ૨૬૨ રનમાં ઓલઆઉટ થઈ હતી. આ લખાય છે ત્યારે સૌરાષ્ટ્ર ૪ વિકેટના ભોગે ૧૬૨ રન બનાવી લીધા છે. શેલડન જેકશન ૫૬ રન સો દાવમાં છે.

ગઈકાલે મુંબઈના સુકાનીએ ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. મુંબઈની ટીમે પ્રમ દિવસના અંતે સરફરાજ ખાન અને મુલાનીની અર્ધ સદીની મદદી ૮ વિકેટના ભોગે ૨૪૯ રન બનાવ્યા હતા. આજે બીજા દિવસે મુંબઈની ટીમ પોતાના સ્કોરમાં માત્ર ૧૨ રન જ ઉમેરી ઓલઆઉટ ઈ ગઈ હતી. સૌરાષ્ટ્રની ટીમનો આરંભ ખુબજ નબળો યો હતો. સ્કોર બોર્ડ પર માત્ર ૧૮ રન નોંધાયા હતા. ત્યારે ઓપનર સ્નેલ પટેલ માત્ર ૪ રન બનાવી પેવેલીયન ભેગો યો હતો. જો કે ત્યારબાદ હાર્વિક દેસાઈ અને ચૌહાણે બાજી સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. ૭૩ રનના સ્કોરે હાર્વિક અને દિવ્યરાજ ચૌહાણની વિકેટો પડી ગઈ હતી. ત્યારબાદ અર્પીત વસાવડા અને સેલ્ડન જેકશને ટીમનો રકાશ ખાળ્યો હતો. સુકાની અર્પીત વસાવડાએ ૭૭ બોલમાં ૭ ચોગ્ગાની મદદી ૪૬ રન બનાવ્યા હતા અને તે દયાસની બોલીંગમાં એલબીડબલ્યુ આઉટ થયો હતો. ઈન્ફોર્મ બેટ્સમેન શેલડન જેકશન ઘર આંગણે ફરી ખીલ્યો હતો. તેણે અર્ધ સદી ફટકારી હતી. આ લખાય છે ત્યારે સૌરાષ્ટ્રે ૫૩ ઓવરમાં ૪ વિકેટના ભોગે ૧૭૧ રન બનાવી લીધા છે. સેલ્ડન જેકશન ૫૬ રન અને પ્રેરક માંકડ ૧ રન સાથે દાવમાં છે. હજુ સૌરાષ્ટ્રની ટીમ ૯૧ રન પાછળ છે.

Loading...