Abtak Media Google News

 સમગ્ર દેશની સખી મંડળોની મહિલાઓ સો વિડિયો કોન્ફરન્સના માધ્યમી સીધો સંવાદ કરતા પ્રધાનમંત્રી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશના વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે અને સતત વ્યસ્ત હોવા છતાંય દેશના લોકો સાથે રૂબરૂ અવા ડીજીટલ માધ્યમ થકી સંપર્કમાંરહેવાનું ચુકતા નથી. દેશના વિકાસમાં મહિલા કૌશલ્યનો ફાળો ખુબ જ ઉપયોગી પુરવાર થઈ રહ્યો છે તેવા સમયે ગ્રામીણ મહિલાઓને વિકાસની વધુ તકો મળે, કાર્યરત્ત મહિલાઓ પાસેથી અન્ય મહિલાઓ પ્રેરિત થાય અને દેશહિતમાં પોતાનો ફાળો આપવા પ્રેરિત બને તે હેતુથી વડાપ્રધાન મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમ થકી દેશની વિવિધ સખીમંડળની બહેનો સાથે વાતચીત કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાના પ્રેરક ઉદબોધનમાં જણાવ્યુ હતું કે, ર્આકિ અને સામાજિક સહિતની પ્રવૃતિઓમાં મૂલ્યવર્ધન ખુબ જ જરૂરી છે જેના કી તેનું મહત્વ સમજીને તેનું સંવર્ધન કરીએ જે દેશના વિકાસને નવી રાહ ચિંધશે. દેશના વિકાસ કાર્યોમાં સરકારની સાથે વિવિધ ક્ષેત્રમાં કાર્યરત મહિલાઓ પણ પોતાનું  મહત્તમ યોગદાન આપી રહી છે.

રાજકોટ કલેક્ટર કચેરી ખાતે વડાપ્રધાનની વિડીયો કોન્ફરન્સના કાર્યક્રમમાં દીનદયાળ અંત્યોદય યોજના, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મીશનતા દીનદયાળ ગ્રામીણ કૌશલ્ય યોજનાના તાલીર્માીઓ તા રાજકોટ જિલ્લા કક્ષાના સખી મંડળો સામેલ થયા હતા.

અત્રે ઉલ્લેખનીય છેકે સમગ્ર રાજકોટ જિલ્લામાં ૩૨૦૦ જેટલા સખી મંડળો સક્રીય છે. આ સખી મંડળો દ્વારા આર્થિક સ્વાવલંબનની અનેકવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે, જેમાં મંગલમ મહિલાઓ સંચાલીત ઓટો રીક્ષા સર્વિસ ચલાવવાની કામગીરી, સ્કુલ ટ્રાન્સપોર્ટ સર્વીસ-જેમાં સખી મંડળ દ્વારા સરકારી શાળાના બાળકોને ઘરેથી લાવવાની તથા ઘરે મુકી જવાની સેવાઓ આપવામાં આવે છે.

આ ઉપરાંત, બેંક સખી, ઈમીટેશન જ્વેલરી, ખોળ-કપાસીયાનું ઉત્પાદન યુનિટ, અમુલ પાર્લર જેવી અનેકવિધ કામગીરી ૫ણ આ સખી મંડળની બહેનો કુશળતાપૂર્વક ચલાાવી રહી છે. સખીમંડળ દ્વારા ઉત્પાદિત વસ્તુઓને યોગ્ય બજાર મળી રહે તે માટે તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ તા રાજ્ય કક્ષાએ અને રાજ્ય બહાર યોજાતા મેળામાં ભાગ લેવા માટે વિના મુલ્યે સ્ટોરની સુવિધાઓ ૫ણ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના મિશન મંગલમ દ્વારા આપવામાં આવે છે. આ પ્રસંગે જિલ્લા લાઈવલીહુડ મેનેજર વી.બી.બસીયા તા તાલુકા કક્ષાએ તાલુકા વિકાસ અધિકારીઓ તા સખીમંડળની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિતિરહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.