Abtak Media Google News

આનંદધારા દ્વારા ગીરના જંગલના ત્રણ જિલ્લાનાં ૭૦ નેસ દત્તક લેવાયા: નેસના ૫૦ વિદ્યાર્થીઓને દત્તક લઈ બ્રહ્માનંદ વિધાધામ ખાતે વિનામૂલ્યે અપાશે પ્રવેશ

વિસાવદર ખાતે મૂકતાનંદ બાપુએ નેશ વિસ્તારમાં શિક્ષણનો વિસ્તાર અને ગુણવતા યુકત ભણતર માટેનો વિદ્યા યજ્ઞ શરૂ કર્યો છે. તાજેતરમાં આ અંગે મૂકતાનંદ બાપુ, આનંદ ધારાના ડાયરેકટર નલીન પંડીત તથા જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી ઉપાધ્યાયની એક બેઠક મળી હતી. આ બેઠકમાં શિક્ષણનો વ્યાપ વધારવાને ગુણવતાૃકત ભણતર અંગેની વિસ્તૃત ચર્ચાઓ થઈ હતી જેમાં ગીર જંગલ વિસ્તારમાં વસતા માલધારીઓનાં બાળકો પણ હવે ગુણવતા યુકત શિક્ષણથી વંચીત નહી રહે. આનંદધારા દ્વારા ગીરજંગલનાં ત્રણ જિલ્લાઓનાં કુલ ૭૦ નેશ દતક લીધા હતા. જેમાં ૧૦ નેશમાં શાળાઓનું રીપેરીંગ કામ કરવામાં આવશે તેમજ ૧૦ નેશમાં પ્રાર્થના ખંડ બનાવવામાં આવશે ઉપરાંત બે નેશમાં ટોઈલેટ બ્લોક બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આનંદધારા સંસ્થા દ્વારા વિશેષમાં ભણતર માટેની જરૂરી કીટ તથા સાધન સામગ્રીણ આપવામાં આવશે. ઉપરાંત અગત્યની અને વિશિષ્ટ કામગીરી તો એ છે કે જયાં સરકાર દ્વારા નિયમો મુજબ શિક્ષકો મળવા પાત્ર નથી તેવી શાળાઓમાં શિક્ષકો પણ પૂરા પાડવાની પણ મહત્વની જવાબદારી આનંદધારા દ્વારા લેવામાં આવી છે.

સરકાર દ્વારા પણ જયારે સમગ્ર દેશ અને રાજયોમાં શિક્ષણનો વ્યાપ વધારવા અથાગ પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે આનંદ ધારા સંસ્થાનો આ ભગીરથ પ્રયાસ ઉડીને આંખે વળગે તેવો બની રહેશે જેમાં નેશમાં જે વિદ્યાર્થીઓને ધો.૯ તથા ૧૦માં નેશમાં જે વિદ્યાર્થીઓને ધો.૯ તથા ૧૦માં અભ્યાસ કરતા હોય તેવા ૫૦ વિદ્યાર્થીઓને પૂ.બાપુએ દતક લઈ બ્રહ્માનંદ વિધાધામ ચાપરડા ખાતે વિનામૂલ્યે પ્રવેશ આપશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી. ગીરના જંગલ નેશ વિસ્તારમાં શિક્ષણનો વ્યાપ વધે અને વિદ્યાર્થીઓને ગુણવતા યુકત શિક્ષણ મળે તેવા હેતુથી આદરેલ વિધાયજ્ઞથી આવા વિસ્તારોમાં શિક્ષણનું સ્તર ઉંચુ આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.