Abtak Media Google News

૯ અબજ રૂપિયામાં બ્રિટીશ રમકડાં કંપની ‘હેમલેઈસ’ ખરીદી

વિશ્ર્વ આખામાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને વિશેષ મહત્વ અને એક અલગ જ શાખ ઉભી થયેલી છે. વિશ્ર્વભરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીયલ પોતાનું સામ્રાજય ખુબ જ વિશાળ સ્તર પર સ્થાપ્યું છે ત્યારે રિલાયન્સનાં મુકેશ અંબાણી પણ અનેકવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલા છે. એવું એક પણ ક્ષેત્ર નહીં હોય કે જયાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ન હોય ત્યારે વિશ્ર્વમાં રમકડાં કંપનીએ જે પોતાની શાખ ઉભી કરી છે તે હેમલેઈસને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ૯ અબજ રૂપિયામાં ખરીદી વિદેશમાં પણ રીલાયન્સ રમકડાં વહેંચી ડંકો વગાડશે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને પશ્ર્ચિમ ભારતમાં જે સૌથી મોટી ક્રુડ ઓઈલ રિફાઈનરી છે ત્યારે રિલાયન્સ ક્ધઝયુમર ક્ષેત્રે પણ અગ્રેસર થઈ રહી છે. જેમાં તેઓએ ટેલીકોમ ક્ષેત્રે પણ એક વિશેષ સ્થાન પ્રાપ્ત કર્યું છે. હોંગકોંગમાં સી બેનર ઈન્ટરનેશનલ હોલ્ડીંગમાં સુવિખ્યાત હેમલેઈસને રિલાયન્સ બ્રાન્ડ દ્વારા ખરીદવામાં આવી છે. રિલાયન્સ દ્વારા આ અંગે કોઈ ભાવ નકકી કરવામાં આવ્યા નથી ત્યારે ઓવરસીઝ એટલે કે વિદેશમાં રિલાયન્સ કંપની દ્વારા જો કોઈ કરાર કરવામાં આવ્યા હોય તો હેમલેઈસ કંપનીનો કરાર પ્રથમ બનશે. હેમલેઈસ બ્રાન્ડનાં વિશ્ર્વ આખામાં અનેકવિધ એકવીઝીશન હાથ ધરવામાં આવ્યા છે ત્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા હેમલેઈસને ખરીદતાં રમકડાં બજારમાં હિલચાલ મચી જવા પામી છે. આ જોતા એ વાત પણ સ્પષ્ટ થાય છે કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ હવે વિદેશમાં પણ રમકડાં વહેંચી ડંકો વગાડશે.

હેમલેઈસ કંપનીને ખરીદતાં રિલાયન્સ ભારતમાં હેમલેઈસ બ્રાન્ડમાં રમકડાં વહેંચી શકશે. હેમલેઈસ કંપની વિશે વાત કરવામાં આવે તો હેમલેઈસનાં કુલ ૧૬૭ સ્ટોર ૧૮ દેશોમાં પ્રસ્થાપિત થયેલા છે ત્યારે ભારત સહિત અન્ય દેશોમાં પણ હેમલેઈસનાં રમકડાનું વેચાણ વધશે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા હેમલેઈસ કંપનીને ખરીદતાં ભારતમાં ૮૮ સ્ટોર કે જે ૨૯ શહેરોમાં કાર્યરત રહેશે ત્યારે રિલાયન્સ પણ એમેઝોન અને વોલમાર્ટ ઈન્ડિયા સાથે પણ ટાઈઅપ કરી રહ્યું છે જેથી તે હેમલેઈસ કંપનીનાં રમકડાં ઓનલાઈન પણ વહેંચી શકે.

રિલાયન્સનાં પ્રવકતા દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર એ વાતની પણ પુષ્ટિ થાય છે કે, રિલાયન્સ હેમલેઈસ ગ્લોબલ હોલ્ડીંગ લીમીટેડનાં ૧૦૦ ટકા શેરની ખરીદી કરશે જેથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું વિશ્ર્વ સ્તર ઉપર પણ એક અલગ જ છાપ પ્રસ્થાપિત થશે. કારણકે તમામ ક્ષેત્રે રિલાયન્સ હરહંમેશ અગ્રેસર અને અગ્ર ક્રમ પર રહ્યું છે ત્યારે રમકડાં ક્ષેત્રમાં રિલાયન્સ આવતાની સાથે જ વિદેશમાં પણ ભારતનો ડંકો વગાડવામાં આવશે ત્યારે જોવાનું એ રહ્યું કે, મુકેશ અંબાણી દ્વારા નિયંત્રિત કરાતી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ જયારે વિશ્ર્વ ફલક ઉપર અને ભારતમાં હેમલેઈઝનાં રમકડાં વહેંચશે તો તેને કેટલા અંશે સફળતા મળશે તે તો આવનારો સમય જ બતાવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.