Abtak Media Google News

જીવન સંઘ્યાએ ઘરથી દૂર એક ઘર એટલે ‘દિકરાનું ઘર’

‘મારું એ બધુ મારું જ નહીં’ એમ માનનાર આ મુઠી ઉંચેરા માનવીનું મંતવ્ય છે કે ભગવાને આપણને જે શકિત, બુઘ્ધિ, આવડત આપી છે તેનાથી સેવાકીય પ્રવૃત્તિઓ કરવી જોઇએ

વર્તમાન સમયની મુખ્ય સમસ્યા મંદી, માંદગી, મોંધવારી જ નહીં બલકે અમુક ભદ્ર અને સ્વચ્છતતાથી જીવન જીવનારા લોકો માટે ‘મા-બાપ’ પણ એક બોજ, એક સમસ્યા છે. ત્યારે સમાજની આ કરૂણતા  કે ‘ઘર વિનાના મા બાપ’ માટે સમાજના મોભી, નિરાધાર વડીલો ‘શ્રવણ’ અને ‘દિકરાનું ઘર’ વૃઘ્ધાશ્રમના ચેરમેન મુકેશ દોશી જેમણે સામાજીક અને શૈક્ષણિક ક્ષેત્રે પોતાનું વિશેષ યોગદાન આપ્યું છે. પરોપકારી વિચાર ધરાવતા મુકેશભાઇ દોશીએ ‘અબતક’ સાથેની એક વાતચીત દરમિયાન પોતાની સેવાકીય પ્રવૃતિઓ વિશે માહીતી આપી હતી. તેમજ યુવાનોને સેવા સંદેશ આપ્યો હતો.

Dikra4

મુકેશભાઇ દોશીએ પોતાની જીવનશૈલી અને કારકિર્દી વિશે જણાવતા કહ્યું હતું કે, તેઓને જીવનમાં કંઇક કરી બતાવવાની ભાવના હતી અને સમાજ માટે કંઇક વિશેષ કરવાની નેમ સાથે તેમણે ‘યંગ સ્ટાર કલબ ઓફ રાજકોટ’ નામાભિધાન સાથે સાત મિત્રો સાથે સંસ્થાની શરુઆત કરી હતી. આ સંસ્થા છેલ્લા ૪પ વર્ષથી કાર્યરત છે. આ સંસ્થાનું નામ તેમણે ‘દિકરાનું ઘર’ આપ્યું છે. આ જ નામની પસંદગી શા માટે તેના વિશે તેમણે જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં મા-બાપ દિકરા માટે બોજારૂપ છે. સંતાનોને અપાયેલી સ્વતંત્રતા આજે સ્વચ્છંદતામાં પરિણમી છે.

Dikra3

દિકરાઓ પોતાની પત્ની અને બાળકોને જ પરિવાર માને છે. સમાજની આ વરવી વાસ્તવિકતાને જોઇને તેઓને વિચાર આવ્યો અને ૧૯૯૭માં રાજકોટથી ૧૪ કી.મી. દુર ઢોલરા ખાતે વૃઘ્ધાશ્રમનું નિર્માણ કર્યુ. વડીલોને કયારેય એમ ન લાગે કે આ ઘર મારું નથ અને તેમને પારિવારિક વાતાવરણ મળે તેવી ઉચ્ચ ભાવના રાખીને તેમણે ‘દિકરાનું ઘર’નામ આપ્યું અને ૧૯૯૮માં સમાજને આ ઘર અર્પણ કર્યુ, ૨૨૦૦ વારની વિશાળ જગ્યામાં નિર્મિત આ વૃઘ્ધાશ્રમને દીપચંદભાઇ ગાર્ડીનો આર્થિક સહયોગ મળ્યો, આ વૃઘ્ધાશ્રમની એક ખાસિયત છે કે અહીં દરેક વડીલોને પારીવારિક માહોલ મળે છે. તે સિવાય તમામ ભૌતિક સુવિધાઓ આ ‘ઘર’ માં ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વધુમાં ઈંઈઞની અને વેન્ટીલેટરની પણ સુવિધા આપવામાં આવી છે.

વડીલો આનંદિત રહે તે માટેની તકેદારી પણ ‘દિકરાનું ઘર’ માં આપવામાં આવે છે. અહીં વડીલો માટે પેન્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. તથા વર્ષમાં બે વાર જાત્રા કરાવવામાં આવે છે. વડીલોને કયારેય એવું ન લાગે કે ‘ભગવાન હવે લઇ લે તો સારૂ તેના માટે અહીં દરેક તહેવારોને ધામધૂમથી ઉજવવામાં આવે છે.’ અત્યાર સુધીમાં ૬ લાખથી વધુ લોકોએ આ સંસ્થાની મુલાકાત લીધી છે. જેમાં મુખ્યમંત્રીથી માંડીને મહાનુભાવો, સંતો મહંતો અને વિવિધ અગ્રણીઓ પણ સામેલ છે. વૃઘ્ધોને સાચવવા તે સાંજના સમયમાં તેના સંતાનોને  પણ કઠીન લાગે છે ત્યારે મુકેશભાઇ દોશી અને આથી મિત્રો આ ઉમદા કાર્ય કરી રહ્યા છે. આ કાર્ય બદલ સમાજને શું મેરેજ આપશો તેના જવાબમાં મુકેશભાઇ દોશીએ જણાવ્યું હતું કે, વડીલો કે જે પોતાના જ લોકોથી તરછોડવામાં આવ્યા છે. જયારે કોઇ દિકરો પોતાના મા-બાપને અહીં મૂકવાનું કોઇ ખાસ કારણ છે? ત્યારે દિકરાઓનો જવાબ હોય છે કે માતા-પિતા અમારી સાથે એડજસ્ટ નથી થતાં, ત્યારે અમે સલાહ આપીએ છીએ કે, જેમણે વર્ષોથી તમને સાચવ્યા છે. તેમની સાથે તમારે અનુકુળ થવું જોઇએ, મુકેશભાઇનું સમાજમાં શિક્ષણ ક્ષેત્રે પણ ઉત્તમ યોગદાન રહ્યું છે. આ વિશે માહીતી આપતા તેમણે જણાવ્યું હતું કે, શિક્ષણની સમાજના નિર્માણમાં મુખ્ય ભૂમિકા છે. ઘણીવાર આર્થિક ભીંસના કારણે કોઇ બાળક ભણી શકતુ નથી, એવા સમયે અને સરકારી શાળાનું રાજકોટ સૌરાષ્ટ્ર હાઇસ્કુલ તથા કોટેચા સ્કુલનું સુકાન સંભાળ્યું અને એ સિવાય બી. એડ, એમ.એડ, લો કોલેજ વગેરે કોલેજનું નિર્માણ કર્યુ જેમાં ડો. નિદત બારોટ અને હરદેવસિંહ જાડેજાનો સહયોગ મળ્યો.

સેવાકિય પ્રવૃતિઓનો ધોધ વહાવતા મુકેશ દોશી

Valudi1

‘વહાલુડીના વિવાહ’ નામ આપી દર વર્ષે રર દિકરીઓના લગ્નની જવાબદારી ઉઠાવી છે: ર૦૦ થેલેસેમીયાગ્રસ્ત બાળકોને દત્તક લેવાયા

સેવાકીય પ્રવૃતિઓનો ધોધ વહાવતા હજુ આટલી પ્રવૃતિ ઓછી હોય તેમ મુકેશભાઇ દ્વારા ર૦૦ થેલેસેમીયાગ્રસ્ત બાળકોને દત્તક લેવામાં આવ્યા છે. અને ૯૦ના દાયકામાં રાજકોટ વોલન્ટરી બ્લડ બેંકની સ્થાપના કરી જેથી રકતથી ઉણપ જરુરીયાત ધરાવતા દરેક લોકોને પણ રકત મળી રહે તેઓનું આ વિશે માનવું છે કે રકતદાન એ સ્વેચ્છાએ સ્વીકારેલો સામાજીક વેરો છે. સમાજમાં હજુ એક સમસ્યા તેઓના ઘ્યાને આવતા કે જે દિકરીને પિતાની છત્રછાયા નથી તેના લગ્ન કેમ કરાવવા? એ પણ તેમણે બીડુ ઝડપયું અને ‘વ્હાલુડીના વિવાહ’ નામ આપી દર વર્ષે રર દિકરીના લગ્નની જવાબદારી ઉઠાવી અને અત્યાર સુધીમાં ૬૬ દિકરીના લગ્ન કરાવ્યા છે. તેમ છતાં ૯ વડીલો સંક્રમિત થયા હતા. તેમાથી બે વડીલોને બચાવી નથી શકાયા. અને ૭ વડીલોને  બચાવી લેવાયા છે. લોકો ખાસ કરીને યુવાનોને મુકેશભાઇએ એક ખાસ મેસેજ આપ્યો હતો.કે ભગવાને આપણને જે શકિત, બુઘ્ધિ, આવડત અને આર્થિક ક્ષમતા આપી છે. તેનો ઉપયોગ કરીને શકિતને યોગ્ય દિશામાં વાળવી જોઇએ અને યુવાનોએ પોતાની યુવાનીને વેડફી ન નાંખીને સેવાકીય પ્રવૃતિમાં પણ સહયોગ આપવો જોઇએ, મારું એ બધું મારું જ નથી. એમ માનીને સેવા કરવી એજ માનવતાની નિશાની છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.