Abtak Media Google News

મુકેશ અંબાણીએ રિલાયન્સની એજીએમાં કહ્યું કે, આવનારું વર્ષ પણ કંપની માટે ટ્રાન્સફોર્મેશનલ રહેશે. તેઓએ કહ્યું કે રિલાયન્સ માટે છેલ્લા 10 વર્ષ ખૂબ જ શાનદાર રહ્યા. હાઇડ્રોજન કારોબાર ખૂબ જ ઝડપથી વધ્યો. રિલાયન્સ દેશની સૌથી મોટી એક્સપોર્ટર છે. કંપનીનો નફો 20.5%થી વધ્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ખાનગી ક્ષેત્રમાં સૌથી મોટી ટેક્સપેયર કંપની છે.

Jio ભારતમાં સૌથી તેજ સર્વિસ આપનારું નેટવર્ક છે. દેશના દરેક ખૂણાને Jio સાથે જોડવામાં આવશે. Jio અને રિટેલના ઉદ્યોગમાં મોટો નફો થયો છે. Jioને 36,075નો નફો થયો છે.1 વર્ષમાં Jioના ગ્રાહક બે ગણ થયાં છે. Jioએ દર મહિને ગ્રાહકોને 240 GB ડેટા આપ્યો.

જિયોને લઈને કેટલીક જાહેરાત

જિયોએ છેલ્લા બે વર્ષમાં અનેક શાનદાર રેકોર્ડ નોંધાવ્યા.જિયો દુનિયાનું સૌથી મોટું નેટવર્ક.જિયોના ગ્રાહકોની સંખ્યા બે ગણી થઈ.22 મહિનામાં જિયોએ 20.5 કરોડ ગ્રાહક જોડ્યા.જિયો દરેક શહેર, ગામ અને ગ્રામ પંચાયત સુધી પહોંચ્યું.જિયોની પહોંચ 99% વસતી સુધી.ભારતમાં 25 મિલિયન જિયો ફોન યુઝર્સ.જિયોને આગલા લેવલ પર લઈ જવાનું લક્ષ્ય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.