આજી નદીના કાંઠે થઇ રહેલી ઇન્ટરસેપ્ટર લાઇનની કામગીરી તાકીદે પૂર્ણ કરવા મ્યુ. કમિ.ની સૂચના

આજી રિવરફ્રન્ટ પ્રોજેકટ અંતર્ગત ઇન્ટર સેપ્ટર લાઇન કામગીરીની સ્થળ મુલાકાત લેતા ઉદિત અગ્રવાલ

હાલ કોરોના વાયરસના સંક્રમણના પ્રસારને રોકવાના પ્રયાસોના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પગલાંઓ આવી રહયા છે અને તંત્ર દિવસ રાત જોયા વગર આ મહામારી સામે કાર્ય કરી રહયા છે ત્યારે તેની સાોસા શહેરમાં ચાલી રહેલા અન્ય વિકાસ કાર્યો પણ ઝડપભેર પરિપૂર્ણ તા રહે તે માટે પણ મ્યુનિ. કમિશનર  ઉદિત અગ્રવાલ સતત ચિંતિતિ રહી અધિકારીઓ કાર્યની પ્રગતિની સમીક્ષા કરે છે. અજેના ભાગરૂપે આજે  મ્યુનિ. કમિશનરે આજી રિવર ફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગત આજી નદીમાં બંને કાઠે ઇ રહેલી ઇન્ટરસેપ્ટર લાઈન બીછાવવાની કામગીરીની સમીક્ષા કરવા સ્ળ મુલાકાત કરી હતી. આ કામગીરી ઝડપભેર પૂર્ણ કરવા કમિશનરે અધિકારીઓને કડક સૂચના આપી હતી. આજી રિવર ફ્રન્ટના આ કાર્યની સાોસા કમિશનરે સરકાર “અમૃત” યોજના હેઠળ ઇ રહેલી પોપટપરા ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનની મશીનરી અપગ્રેડ કરવાની હાલ ચાલી રહેલી કામગીરી પણ નિહાળી હતી અને સમયસર કામ પૂર્ણ ાય તે સુનિશ્ચિત કરવા વિશેષ ધ્યાન આપવા અધિકારીઓને સૂચના આપી હતી.

વિશેષમાં આજે વહેલે સવારી જ કોરોના મહામારી અંતર્ગત ઇ રહેલી કામગીરીની સમીક્ષા કરવા વહેલી સવારે ૮.૦૦ વાગ્યે વોર્ડ પ્રભારીો, હેલ્ સેન્ટરોના મેડિકલ ઓફિસરો સો બેઠક યોજી વોર્ડ વાઈઝ અને હેલ્ સેન્ટર વાઈઝ કામોની સમીક્ષા કર્યા બાદ તુર્ત જ મ્યુનિ. કમિશનરે શહેરના વિવિધ પ્રોજેક્ટના હાલ ચાલુ કામોની સમીક્ષા કરવા માટે સાઈટ વિઝિટ શરૂ કરી હતી. જેમાં આજે તેઓએ માધાપર ખાતે કાર્યરત્ત સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કેમ્પસની વિઝિટ લઇ ત્યાં ૮૦ એમ.એલ.ડી. અને ૪૪.૫ એમ.એલ.ડી. ક્ષમતાના બે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કાર્ય નિહાળ્યું હતું. ૮૦ એમ.એલ.ડી. ક્ષમતાનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ નવી ટેકનોલોજી આધારિત કામ કરે છે. કમિશનરે નવી અને જુની ટેકનોલોજી આધારિત બંને ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી નિહાળી હતી. ઉપરાંત અધિકારીઓ પાસેી બંને પ્લાન્ટની કાર્ય ક્ષમતાની જાણકારી પણ મેળવી હતી.  કમિશનરની સાઈટ વિઝિટ દરમ્યાન સિટી એન્જી.  એચ.યુ. દોઢિયા, ઇન્ચાર્જ સિટી એન્જી.  કે.એસ.ગોહેલ. , પી.એ.(ટેક)ટુ કમિશનર  રસિક રૈયાણી, ડેપ્યુટી એક્ઝી. એન્જી.  એચ.એન.શેઠ,  આઈ. યુ. વસાવા અને  એ.જી.પરમાર વગેરે અધિકારીઓ અને કર્મચારીઓ હાજર હતાં.

Loading...